ભુસ્તર વિભાગની ખનન માફીયા તરફ લાલ આંખ – બેચરાજીમાંથી 1 કરોડના મુદ્દામાલ સાથે વાહનો ઝડપ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

થોડા દિવોસો પહેલા ભુસ્તર વિભાગ દ્વારા જગુદણ રેલ્વે કોરીડોરમાં કોન્ટ્રાક્ટર કંપનીના વાહનોને ગેરકાયદેસર રીતે ખનન ચોરી કરતા અટકાવી વાહનો ઝપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે જીલ્લામાં અનેક સ્થળે ગેરકાનુની રીતે ખનન ચોરીની ફરિયાદ સામે આવતાં જીલ્લાની ભુસ્તર વિભાગે ખનન માફીયાઓ વિરૂધ્ધ લાલ આંખ કરી છે.  જેમાં ગત રોજ મોડી રાત્રે ભુસ્તર વિભાગના અધિકારીઓએ બેચરાજીમાં આકસ્મિક રેઈડ કરી ખનન ચોરી કરતા વાહનો ઝપ્ત કર્યા હતા. 

જીલ્લામાં અનેક સ્થળે ગેરકાનુની રીતે ખનન ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે 14/08/2021 ના રોજ મોડી રાત્રે  ભુસ્તરશાસ્રી મિત પરમાર તથા ટીમ દ્વારા પ્રાઈવેટ વાહનમાં આકસ્મિક રેઇડ કરતાં  બેચરાજીના કાલરીમાં  અનઅધિકૃત રીતે સરકારી યોજનાની આડમાં સાદીમાટી ચોરી કરતું 01  હિટાચી મશીન અને 03 ડમ્પર કુલ મળીને એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી બાદ અનઅધિકૃત રીતે માટીનું ખનન કરતાં  માફીયાઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો. 

આ કાર્યવાહી બાદ ભુસ્તર વિભાગ દ્વારા ઝપ્ત કરાયેલ મુદ્દામાલ બેચરાજી પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે જીલ્લા ભુસ્તર વિભાગે જણાવ્યુ હતુ કે, ખનન માફીયાઓને કોઈ પણ પ્રકારે બક્ષવામાં નહી આવે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.