• ચંદ્રયાદ-2 

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. ઈસરો અનુસાર વિક્રમ સુરક્ષિત છે અને કોઈ પણ ક્ષતિ પહોંચી નથી. ઈસરોના એક અધિકારીએ કહ્યુ કે અમે લેન્ડરની સાથે સંચારને ફરીથી સ્થાપિત કરવાના દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે અમે આશા છોડી નથી. શનિવારે જ્યારે ચંદ્રમાની સપાટીથી લગભગ 2.1 કિલોમીટરના અંતરે લેન્ડર વિક્રમ હતો, તે સમયે ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.

રવિવારે ISROએ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમના લોકેશનનુ ફરીથી ખબર પડી ગઈ છે. ખુદ ઈસરોના ચેરમેન સિવને આની પુષ્ટિ કરી છે. ઈસરોની માનીએ તો ઑર્બિટરે વિક્રમ લેન્ડરની એક થર્મલ ઈમેજ પણ ક્લિક કરી.

વિક્રમ લેન્ડર પોતાના નક્કી સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યો છે પરંતુ જો તેનાથી સંપર્ક સ્થાપિત થઈ જાય તો તે પાછા પોતાના પગ પર ઉભો થઈ શકે છે. ઈસરોના વિશ્વસ્ત સૂત્રો અનુસાર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેકનોલૉજી છે કે તે પડ્યા બાદ પણ ખુદને ઉભો કરી શકે છે પરંતુ તેની માટે જરૂરી છે કે તેના કમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ જાય અને તેને કમાન્ડ રિસીવ થઈ શકે. જોકે, આ કામના સફળ થવાની આશા માત્ર 1 ટકા જ છે પરંતુ ઈસરો વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ઓછામાં ઓછા એક ટકા જ નહીં પરંતુ આશા તો છે.