ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની સવા લાખ બોરીની રેકોર્ડ બ્રેક આવક

શેર કરવા અહીં ક્લિક કરો.

— બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી પણ ખેડૂતો આવ્યા :

— પ્રતિ મણનો ભાવ રૃપિયા 1600થી 1800 મળ્યા,તમાકુની કાનપુરમાં માંગ :

ગરવી તાકાત મહેસાણા : ઉનાવા માર્કેટયાર્ડ આજે સવા લાખ બોરી આસપાસ તમાકુની આવકોથી ઘણા લાંબા સમય બાદ ઉભરાઇ ગયું છે. તમાકુના ઉચા ભાવો મળતા હોવાથી સાબરકાંઠા તથા બનાસકાંઠાથી માલ ખેચાઇને ઉનાવા આવી રહ્યો છે. આવકોની સામે ઘરાકી પણ જળવાઇ રહેતાં ૧૬૦૦થી ૧૮૦૦ રૃપિયા પ્રતિમણે મક્કમ ટકેલું રહ્યું છે.

ગત વર્ષ તમાકુના અઢારેક લાખ બોરીના ઉત્પાદન સામે આ વર્ષે ૨૦થી ૨૨ લાખ બોરી ઉત્પાદન થયું છે. સાથે સાથે ઉનાવા યાર્ડમાં તમાકુના સારો ભાવો મળતાં તમાકુના વેપારનું ઉનાવા સૌથી મોટુ પીઠા તરીકે બહાર આવેલ છે. તમાકુના દેશના સૌથી ભારે યુપીના કાનપુર તરફ મોટો ભાગનો માલ ઉનાવા યાર્ડમાંથી વેપાર થતો હોવાથી તેમજ તમાકુના ખેડૂતોને ઉનાવામાં મોટે ભાગે રોકડ નાણાં તેમજ ઉચાભાવો મળતા હોવાથી તમાકુ માટે ઉનાવા ખેડૂતોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

તમાકુની સવા લાખ બોરી આજે આવતાં માલો ઉતારવા સવારથી લાંબી લાઇનો લાગી હતી. એપીએમસી ઉનાવાએ આજે ચાર હજાર ગોઠવીને તમામ માલોનો નિકાલ કર્યો હતો. જોકે આજે મણે ૫૦ રૃપિયા બજાર નરમ છતાં મીડીયમ કલોલીટીના ૧૩૦૦થી ૧૪૦૦ તથા બેસ્ટ કવોલીટીના ૧૬૦૦થી ૧૮૦૦ના ભાવો રહ્યા છે. આ ઉપરાત ગાળિયા માલોના પણ ૮૦૦થી ૧૧૦૦ સુધીના ઉચા ભાવો રહેલ છે. વેપારી વર્તુળોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં નવેક લાખ બોરી માલ ઉનાવા યાર્ડમાં ઠલવાયો હોવાનો અંદાજ છે.

હજુ પણ આઠથી દશ લાખ બોરી આગામી પંદરેક દિવસમાં આવે તેવી ગણત્રી છે. સરકારનો ડિઝીટલ પેમેન્ટ ઉપર ભાર હોવા છતાં ખેડૂતોને રોકડેથી નાણાં મળે તેવો આગ્રહ હ ોવાથી ૭૦થી ૮૦ ટકા પેમેન્ટ રોકડથી થઇ રહ્યું છે. માંડ વીસેક ટકા પેમેન્ટ ચેકથી થતું હોય છે. મોટે ભાગે રોકડ વ્યવહાર થતો હોવાથી નાણાંની અછતનો પ્રશ્ન પણ વેપારી વર્ગ માટે આજકાલ શિરદર્દ સમાન બની રહ્યો છે. તેમ છતાં ખેડૂતોને આકર્ષવા માટે વેપારી વર્ગ ગમે તેમ કટાને પણ રોકડની માગણી સંતોષવા પુરતા પ્રયત્નો થઇ રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.