ઉત્તરાયણમાં અકસ્માત ન સર્જાય એનું રાખજો ધ્યાન, રાખજો આટલી સાવચેતી
વીજળીના તાર પર કે સબસ્ટેશનમાં ફસાયેલા પતંગને પકડવા જવાના પ્રયત્નો કરવા નહીં
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – મકર સંક્રાતિ પર્વ દરમિયાન સાવચેતીના પગલાઓ ભરવા આવશ્યક છે. આ પર્વમાં સાવધાની રાખી સુરક્ષિત રીતે પર્વની ઉજવણી થાય તે માટે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જોઈએ.કપાયેલી પતંગ પકડવા માટે રસ્તા પર દોડવું જોઈએ નહીં. રસ્તા પર વાહન લઈને નીકળતી વખતે સાવધાન રહેવું. બાઈક પર ચાઈનીઝ દોરીથી બચાવતું સેફ્ટી ગાર્ડ લગાવી દેવું.
મકર સંક્રાતિ પર્વ દરમિયાન સાવચેતીના પગલાઓ ભરવા આવશ્યક છે. આ પર્વમાં સાવધાની રાખી સુરક્ષિત રીતે પર્વની ઉજવણી થાય તે માટે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જોઈએ.કપાયેલી પતંગ પકડવા માટે રસ્તા પર દોડવું જોઈએ નહીં. રસ્તા પર વાહન લઈને નીકળતી વખતે સાવધાન રહેવું. બાઈક પર ચાઈનીઝ દોરીથી બચાવતું સેફ્ટી ગાર્ડ લગાવી દેવું.
વીજળીના તાર પર કે સબસ્ટેશનમાં ફસાયેલા પતંગને પકડવા જવાના પ્રયત્નો કરવા નહીં. પતંગ ચગાવતી વખતે માથે ટોપી પહેરવી. આકાશમાં પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું જોઇએ નહીં. જિલ્લામાં પર્વ દરમિયાન કોઈ જગ્યાએ દુર્ઘટના બને તો ઇમરજન્સીના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આપત્તિ વ્યવસ્થાપન) હેઠળ ઇમરજન્સી ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરવો. અકસ્માતના સંજોગોમાં અથવા ઘાયણ પક્ષી ક્યાંય જણાય તો હેલ્પ લાઈન નંબર DEOC 0292-230735, ઇમરજન્સી 108, કરૂણા અભિયાન – 1962નો સંપર્ક કરવો જોઈએ છે.