દાંતીવાડા તાલુકાની જાણીતી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં આંબાના બગીચા અલગ ફાર્મમાં આવેલા છે.અને આંબાના બગીચાઓમાં કેરીઓ તૈયાર થાય ત્યારે જાહેર હરાજી કે ભાવ મંગાવવામાં આવતાં હોય છે.પરંતુ કેરીઓને તૈયાર થાય તે પહેલાં વાવાઝોડું અને સામાન્ય વરસાદ ના પગલે અનેક આંબાઓ પરથી કાચી કેરીઓ જમીન નીચે પડી ગઇ હતી. જ્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બગીચાની કેરીઓની ખૂબ જ માંગ અને જાણીતી છે.પરંતુ આંબાના બગીચાઓમાં કેરીઓ નીચે પડી જતાં નુકસાન થયું હતું.
વાવાઝોડું ત્રાટકતા અને વરસાદ વરસતાં હરાજી થાય તે પહેલાં આંબા પરની કેરીઓ જમીનદોસ્ત
સરદાર કૃષિ યુનિવર્સિટી માં આવેલ આબા વાડીફાર્મના મુખ્ય અધિકારી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તાઉ તે વાવાઝોડું ત્રાટકવાથી તેમજ સામાન્ય વરસાદ આવી જતાં હરાજી થાય તે પહેલાં આંબા પર ની કેરીઓ નીચે ભારે વરસાદ તેમજ પવનના કારણે નીચે ખરી પડી છે જેના કારણે વ્યાપક નુકસાન થયું છે. સાથે સાથે તે પણ જણાવ્યું હતું કે આંબાવાડી ફાર્મ માં કેટલા મણમા કેરી ખરીને નીચે પડી છે તેની ગણતરી હજુ સુધી કરવામાં આવી નથી અને હરાજીમાં ભાગ લેનારના ભાવ મંગાવવા આવ્યા છે. અને કેરીઓ નીચે પડી જતાં આવેલા ભાવમાં ફેરફાર કરવો પડશે તેવું જણાવ્યું હતું.