– બે વર્ષથી શોભાયાત્રાને કોરોના મહામારીને કારણે માનવ જગતને કોરોના મુક્ત બનાવે તેવી પ્રભુને પ્રાર્થના કરી
ગરવી તાકાત. મહેસાણા,તા.21 એપ્રિલ 2021, બુધવાર
મહેસાણામાં શ્રીરામ નવમી નિમિત્તે રામ સેવા સમિતિ દ્વારા કોરોના મહામારીને કારણે શોભાયાત્રા મોકૂફ રખાઈ હતી. જેમાં આજે પ્રતિકાત્મક રથ ખેચી પુજા-અર્ચના કરી હતી.
મહેસાણા જિલ્લામાં નીકળતી ભવ્ય રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સને ૨૦૨૦માં કોરોના લોકડાઉનને કારણે શોભાયાત્રા મોકૂફ રખાઈ હતી. જ્યારે ચાલુ સાલે કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ રહી છે. જેના લીધે મહેસાણા શહેરના વેપારીઓ તંત્રની બેઠકમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે.
જેમાં શ્રીરામ સેવા સમિતિએ પણ સંક્રમણ ન ફેલાય તે માટે શોભાયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે રામ નવમીના દિવસે શ્રી રામ સેવા સમિતિના સભ્યો, કાર્યકરો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ સાથે રથયાત્રા ભવન ખાતે પ્રભુશ્રી રામચંદ્રની આરતી ઉતારી હતી અને પ્રતિકાત્મક રથ ખેંચી માનવ જગતને મુક્ત બનાવે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.