દુર્લભ જીવોની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રુપિયાની કિંમત હોવાની માહિતી

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં STFને વન્યજીવોની દાણચોરી કરતી એક ગેંગની પકડી પાડી છે. ઓપરેશન દરમિયાન દાણચોરી કરતી ગેંગના 12 કરતા વધારે સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. ખાસ બાબત એ છે કે, વન્યજીવોની દાણચોરી કરતી આ ગેંગ પાસેથી સોનેરી ઘુવડ અને બે મોંઢા વાળો સાપને બચાવી લેવામાં આવ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત કરોડો રુપિયામાં આંકવામાં આવે છે.

ઉજ્જૈન STFના જણાવ્યા અનુસાર ગેંગ પાસે એક સોનેરી ઘુવડ અને બે મોંઢાવાળો સાપ (Red Sand Boa) જપ્ત કરાયા હતા. આ બંને જીવ ખૂબ જ દુર્લભ જીવ છે.

સોનેરી ઘુવડને દાણચોરો તાંત્રિક ક્રિયાઓ માટે વેચે છે જેની કિંનત આશરે 3 કરોજડ રુપિયા છે જ્યારે બે મોંઢાવાળો સાપનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. જેની કિંમત આશરે 2.25 કરોડ રુપિયા છે.

ઉજ્જૈન STF હાલમાં તમામ દાણચોરોની પૂછપરછ કરી રહી છે તેમની તમામ વિરુદ્ધ લાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: