રાત્રિના સુમારે હથિયારો સાથે આવીને શોર બકોર કરવામાં આવતો હોવાની રાવ સાથે કલેક્ટરને રજુઆત
પાલનપુરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા કેટલાક લોકો દ્વારા હાલમાં મોહરમના તહેવારને લઇ છેલ્લા પાંચેક દિવસથી હિન્દુ સમાજના લોકોના ઘરો આગળ આવી ટ્યુબલાઈટ અને કાચની બોટલો તથા ધારીયા, લાકડીઓ જેવા હથિયારો સાથે આવી શોરબકોર કરી ઢોલ નગારા વગાડી અને બિભત્સ હરકતો કરવામાં આવી રહી હોવાની રાવ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો – દિલ્હીના નાંગલમાં દલીત બાળકી પર રેપ અને મર્ડર મામલે પાલનપુરના ભાજપ સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
પાલનપુરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા કેટલાક હિન્દુ સમાજના લોકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં રહેતા કેટલાક લોકો મોહરમનો તહેવાર હોઈ છેલ્લા પાંચેક દિવસથી હિન્દુ સમાજના લોકોના ઘર આગળ આવી બિભત્સ વર્તન કરતાં હોવાનું અને ઘર આગળ હથિયારો સાથે આવી જોર જોરથી ઢોલ નગારા વગાડતા હોઇ હથિયારો સાથે આવા તત્ત્વો શોરબકોર કરતાં હોઈ નાના બાળકો બહાર નિકળે તો ડરી જતા હોવાની તેમજ અવાર નવાર આવા તત્વો વાર તહેવાર હોય તે સમયે હેરાન પરેશાન કરતા હોવાની રાવ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.