ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં ૭૦૦ થી વધુ રહેણાંક મકાનો આવેલા છે આ વિસ્તારમાં અંદાજે ૧૫૦ જેટલા ઘરોમાં કાયદેસર મીટર લગાવેલ છે જે મકાનોમાં મીટર નથી તે વીજપોલ પર સીધી આંકળી મારી વીજ ચોરી કરી રહ્યા હોવાની સાથે કાયદેસર વીજ મીટર ધરાવતા કેટલાક શખ્શો પણ વીજચોરી માં સંડોવાયેલા હોવાથી મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાની બૂમો ઉઠી હતી સ્થાનિક વીજ તંત્ર વીજચોરી અંગે તપાસ કરવા જાય તો સ્થાનિકોમાં રહેલા કેટલાક અસામાજિક તત્વો અને મહિલાઓ દાદાગીરી કરી હોબાળો મચાવતા પરત ફરવા મજબુર બનતા હતા

મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાથી સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર શાહ અને મોડાસા યુજીવીસીએલના મુખ્ય એન્જીનીયર વસંત સોલંકીની રાહબરી હેઠળ આજુબાજુના સબ ડિવિઝનની ૫૦ થી વધુ ગાડીઓ અને મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ સાથે દરોડો પાડી ૨૦ થી વધારે ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ,  શુક્રવારે ચાંદટેકરી વિસ્તારમાં ૫૦ જેટલી ગાડીઓમાં મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓના ધાડેધાડા ઉતરી પડી રહેણાંક વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા દરોડા પાડતા ભારે નાસભાગ મચી હતી વીજકર્મચારીઓએ ૧૫૦ જેટલા રહેણાંક મકાનોમાં તલાસી લેતા ૨૦થી વધુ મકાનોમાં ગેરકાયદેસર વીજજોડાણો મળી આવતા ૨.૫ લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી વીજપોલ પરથી ગેરકાયદેસર કનેક્શન માટે વપરાયેલ વાયરો સાથે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી