રામોજી રાવના ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું નિધન

June 8, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહિત દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો

રામોજી રાવની આ મહિનાની 5 તારીખે તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

એક દુખદ ઘટનાક્રમમાં રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું આજે વહેલી સવારે નિધન થઇ ગયું છે. રામોજી રાવની આ મહિનાની 5 તારીખે તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે 4:50 વાગે તેમનું નિધન થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહિત દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.   નિધનના થોડા દિવસ પહેલાં જ રાવ રામોજી રાવ સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. રિપોર્ટો અનુસાર રામોજી રાવના પાર્થિવ શરીરને રામોજી ફિલ્મ સિટી સ્થિત તેમના આવાસ પર લઇ જવાને તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં તેમના પરિવારના સભ્યો, મિત્રો અને શુભચિંતકો દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.

Ramoji Rao Passes Away રામોજી રાવ નિધન ઇનાડુ ફાઉડનર ઇટીવી નેટવર્ક બ્રેકિંગ  ન્યૂઝ

ઈનાડુ ગ્રુપના ચેરમેન રામોજી રાવનું હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામોજી જૂથના સ્થાપક અને અધ્યક્ષ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએ મોદીએ ટ્વીટ કર્યું, ‘શ્રી રામોજી રાવ ગારુનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર અમીટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા તેમણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં નવીનતા અને શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કર્યા.

રામોજી રાવ કોણ હતા? – રામોજીએ સાધારણ શરૂઆતથી અપાર સફળતા સુધીની સફર ખરેખર પ્રેરણાદાયી છે. રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણે વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવ્યો. તેમના બિઝનેસ સામ્રાજ્યમાં માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, ETV નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલાંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટેલ્સનો સમાવેશ થાય છે.

એક મીડિયા દિગ્ગજના રૂપમાં રામોજી રાવે તેલુગુ રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. તેમના ઘણા રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો હતા જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા. પત્રકારત્વ, સાહિત્ય, સિનેમા અને શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે, ભારત સરકારે તેમને 2016 માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. રામોજી રાવે ઘણી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. રામોજી રાવે 1984ના બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને મયુરી, પ્રતિઘાટન, મૌના પોર્ટમ, મનસુ મમતા, ચિત્રમ અને નુવવે કાવલી સહિત અનેક ક્લાસિક્સનું નિર્માણ કર્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0