રાજપુત એકતા મંચે પાલનપુર કલેક્ટરને નીકીતા તોમરની હત્યા મામલે આવેદનપત્ર આપ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,પાલનપુર
ફરીદાબાદ વલ્લભગઢમાં નીકીતા તોમર (રાજપૂત) નામની કોલેજીયન યુવતિને અસામાજીક તત્વો દ્વારા ગોળી મારી ક્રૂર હત્યા કરેલ છે. તે આરોપીઓને કડકમાં કડક સજા કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. હરીયાણામાં વલ્લભગઢના નિકીતા તોમર (રાજપૂત) નામની કોલેજીયન યુવતિને લવ જેહાદને વશ ના થતાં જાહેરમાં તેણીને ગોળી મારી તોસીફ અને રેહાન નામના મવાલીઓએ ક્રૂર હત્યા કરી નાખેલ છે અને પરીણામે નિર્દોષ દિકરીએ જીવ ગુમાવ્યો છે.
તેને ક્ષત્રીય રાજપુત એક્તા મંચ બનાસકાંઠા સખત શબ્દમાં વખોડી કાઢે છે અને આવા અસામાજીક તત્વોને કડકમાં કચ્છ સજા મળે અને તેનો કેસ શટ્રેક કોર્ટમાં ચાલે અને તે કેસ ચલાવવા માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક કરી કેસ જલ્દી ચલાવી આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવા ક્ષત્રીય રાજપુત એકતા મંચ બનાસકાંઠા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બનાસકાંઠાના કલેકટર મારફતે રાષ્ટ્રપતિને ઉદેશીને આવેદનપત્ર તેમજ રાષ્ટ્રપતિને વયરેક વિવિધ સંગઠનો દ્વારા સ્પીક્મોસ્ટ દ્વારા આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપને લઇ પાલનપુરમાં વિરોધ પ્રદર્શન 

આ અંગે ક્ષત્રીય રાજપુત એક્તા મંચના યુવા પ્રમુખ જસવંતસિહં વાઘેલા (એડવોકેટ) એ જણાવ્યા હતુ કે , છાસવારે આવી ઘટનાઓ બનતી હોઈ છે અને નિર્દોષ બહેન દિકરીઓ આવા અસામાજીક તત્વોના ભોગ બનતી હોઈ છે અને આવા અસામાજીક તત્વો ઉછીના કપડા અને ભાડે બાઈકો લઈ ઘણીવાર ભોળી ભાળી શેરીઓને ફસાવતા હોઈ છે અને તેમને પાછળથી બ્લેકમેલ કરી બદનામ કરતા હોઈ છે , તેથી ભવિષ્યમાં શાળા કોલેજો ખોલતા શાળા કોલેજમાં વિધાર્થીઓને સલામતી માટે પોલીસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને આવા અસામાજીક તત્વોને કાયદો નહિ નાથી શકે તેઓને સંગઠન આવા અસામાજીક તત્વો જે ભાષામાં સમજશે તે ભાષામાં પોતાના જોખમે અને ખર્ચે સમજાવવાની ક્ષમતા સંગઠન ધરાવે છે તેવી ચીમકી ઉચારેલ હતી. આ પ્રસંગે ક્ષત્રિય રાજપુત એકતા મંચ બનાસકાંઠાના તેમજ પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય પ્રમુખ જસવંતસિંહ પી. વાઘેલા (એડવોકેટ) તેમજ તેના હોદેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠન જેવા કે , વિશ્વ હિન્દુ પરીસદ , બ આર.એસ.એસ., બજરંગ દળ , રામસેવા સમિતિ જેવા નામી , અનામી સંગઠનો હાજર રહી આ બનાવ વિશે ખેદ વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવી તેમજ રાષ્ટ્રપતિને સ્પિડ પોસ્ટથી વિવિધ સંગઠનો દ્વારા પત્ર પાઠવી તેમજ નિકીતાના આત્માને શાંતિ મળે તે સારૂ શ્રધ્ધાંજલી પાઠવી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.