રાજકોટની પોદ્દાર સ્કુલ દ્વારા સરકારના ગાઈડલાઈન નો અનાદર, વાલીઓ પાસે ફી ની માંગ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના વાઈરસના કારણે રાજ્યભરમાં કોઈ પણ સ્થાને શાળાઓ શરૂ કરવામાં આવી નથી છતા પણ પ્રાઈવેટ શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફી ની માંગ કરતા હોવાથી તેમની વિરૂધ્ધ અનેક ફરિયાદો થઈ હતી જેથી જુન માસમાં  ગુજરાત સરકાર દ્વારા ફી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેેમાં ભુપેન્દ્રસીંહ ચુડાસમાની અધ્યક્ષતા વાળી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રાઈવેટ શાળાઓએ કોઈ પણ શાળાએ વાલીઓ ઉપર ફી અંગે દબાણ કરવુ નહી છતા પણ રાજકોટની શાળાઓ સરકારનુ પણ કહ્યુ માની રહી નથી અને સતત વાલીઓ પાસે ફી ની માંગ કરી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. 

આ પણ વાંચો – રાજેસ્થાનમાં ચાલતા આદોંલનની આગ અરવલ્લી જીલ્લા સુધી પહોંચી,રૂટ ડાઈવર્ટ કરાયા

રાજકોટની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલ જેમ બધા નિયમોથી ઉપર હોય એમ વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી રહી છે. જેમાં તેઓ ધોરણ 1 થી 10 ના વિધાર્થીઓ પાસેથી પુરે પુરી ફી ની માંગ કરી છે. જેથી વાલીઓએ આ શાળા વિરૂધ્ધ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર ની સ્પષ્ટ ગાઈડલાઈન ને પણ આ સ્કુલો માનવા તૈયાર નથી. અને પોતાને કોઈ નીયમો લાગુ ન પડતા હોય એમ તેઓ અમારી પાસેથી 100 ટકા ફીની માંગ કરી રહી છે. 

આ પણ વાંચો – મહેસાણા : ગૌચર જમીન સરકારી પડતર બતાવી સોલાર પ્લાન્ટ માટે ફાળવી દેતા તંત્ર સામે ભારે આક્રોશ

રાજકોટની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલ ના 1 થી 10 ધોરણના વિધાર્થીઓ પાસેથી પુરા 45 હજાર રૂપીયા માંગતી હોવાથી આ વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. જેમાં કેટલાક વાલીઓ સ્કુલનો વિરોધ પણ કરી રહ્યા છે.રાજકોટની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કુલ વાલીઓ ને ઓનલાઈન શીક્ષણ ચાલી રહ્યુ છે, જેથી તમારે ફી જમા કરાવી જ પડશે એમ કહી 100 ટકા ફી નુ દબાણ કરી રહી છે.

કોરોના વાઈરસના કારણે સ્કુલો બંધ છે તથા લોકોની આવક ઉપર સીધી અસર થઈ હોવા છતા પણ આવા કપરા સમયમાં શીક્ષણ માફીયાઓ માટે માનવતા મરી પરવાડી હોય એમ ફી નુ દબાણ કરી વાલીઓને આંતકીત કરી રહ્યા છે. પોદ્દાર સ્કુલ દ્વારા સરકારના આદેશનુ અનાદર કરાતા હવે રાજ્ય સરકાર આવી સ્કુલો વિરૂધ્ધ કોઈ પગલા ભરે આ અંગે વાલીઓ માંગ કરી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.