ગાંધીનાં ગુજરાતમાં કહેવામાં તો દારૂબંદી છે પણ શું તે ખરેખર છે? સવાલ એટલે ઉભો થઇ રહ્યો છે કારણ કે અવાર-નવાર ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાંથી દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. તેવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે, જ્યા SOG, ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની 22 ટીમોએ દારૂનાં અંડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસને મળેલી માહિતી અનુસાર રાજકોટમાં દેશી દારૂનાં અડ્ડાઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હતા. જ્યા પોલીસે પોતાની સૂજ-સમજથી દરોડા પાડ્યા હતા. જ્યારે આ દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્યા નાસભાગ મચી ગઈ હતી. રાજકોટનાં કુબલિયા પરા વિસ્તારમાં ચાલતા દેશી દારૂનાં અડ્ડા પર SOG, ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની 22 ટીમોએ એક સાથે સપાટો બોલાવ્યો હતો. જ્યાં સ્થળ પરથી લાખો લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કરાયો છે. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાનાં સામાનનો પણ નાશ કરવામાં આવ્યો.

ઉલ્લેખનિય છે કે કુબલિયા પરા વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ અને વેચાણ ચાલતુ હતું. અહીથી દારૂનો જથ્થો અન્ય વિસ્તારોમાં પણ સપ્લાય થતો હતો. જ્યાં પોલીસે મેઘા ડ્રાઈવ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોવાનું રહેશે કે, આ ભય બુટલેગરોમાં કેટલા સમય સુધી રહે છે.

Contribute Your Support by Sharing this News: