ગરવી તાકાત,અરવલ્લી
રાજેસ્થાનમાં 2018 ની શીક્ષક ભર્તીમા અનુસુચીત જનજાતી દ્વારા માંગ થઈ રહી હતી જેમાં ખાલી પડેલી જગ્યાઓમાં અનુસુચીત જનજાતીની ભરતી કરવામાં આવે. આદીવાસી કમ્યુનીટીના વિધાર્થીઓ તેઓની માંગ છેલ્લા 18 દિવસથી ઉપવાસ ઉપર બેસી સરકાર સામે રજુ કરી રહ્યા હતા,. અત્યાર સુધી શાંતી પુર્વક ચાલતી માંગે હવે હિસાંત્મક ચેહરો ધારણ કરી લીધો હતો જેમાં રાજેસ્થાનમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 નંબર ઉપર આદોલનકારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એમને તીતરબીતર કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેની અસર ગુજરાતના અરવલ્લી જીલ્લામાં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો – ઉત્તર ગુજરાતના તમામ APMC વ્યાપારી સંગઠનો કુષી બીલના વિરોધમાં બંધ પાળશે
આ આંદોલનને સમર્થન ગુજરાતના અરવલ્લી જીલ્લાના આદિવાસી બેરોજગાર યુવાઓએ કર્યુ હતુ.રાજસ્થાનમાં ચાલતા આદોલનને વેરવિખેર કરવા માટે પોલીસે પગલા ભર્યા ત્યારે સામે પક્ષે થી પથરાવ શરૂ થઈ ગયો હતો જેમાં બન્ને પક્ષના લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
સરકારી ભરતીમાં રાજેસ્થાનના આદિવાસી યુવાનોને ન્ચાય મળે એ માટે અરવલ્લીના આદિવાસી સમુદાયે સમર્થન કરતા તેઓ પણ મોડી રાત્રે શામળાજી હાઈવે પર હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવા ભેગા થઈ ગયા હતા. આ પ્રદર્શનકારીઓને આંદોલન કરતા અટકાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમા અરવલ્લી જીલ્લાના પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ હતુ. જેમાં પણ બન્ને પક્ષ તરફથી એકબીજા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અરવલ્લી જીલ્લાના પ્રદર્શનકારીઓને પ્રદર્શન કરતા અટકાવવામાં સફળ રહી હતી.
અરવલ્લીના શામળાજી હાઈવે ઉપર પ્રદર્શનને અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા બન્ને પક્ષ તરફથી બળનો પ્રયોગ થયો હતો જેથી હિંસા થતા અરવલ્લી તરફના માર્ગને બ્લોક કરવામાં આવ્યો છે જેમાં નેશનલ હાઈવે અમદાવાદ થી ઉદેપુર હાઈવે ને ગત રાત્રેથી જ બ્લોક કરવામાં આવ્યો છે.તથા શામળાજી તરફ આવતા ટ્રાફીકને પણ અંબાજી તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં ભારે તંગદીલીને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે.