રાજભવનમાં નવા મંત્રીઓના શપથવિધિની તૈયારી પૂર્ણ, સ્ટેજ પણ તૈયાર, પરંતુ આવતીકાલે યોજાશે સમારોહ

શેર કરવા અહીં ક્લિક કરો.

 શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ.

ગાંધીનગર: રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) મંત્રીમંડળની શપથવિધિ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ હતી. શપથવિધિ (Gujarat Cabinet Oath Ceremony) માટે આજની એટલે 15મી તારીખના બેનરો મૂકવામાં આવ્યા હતા, સ્ટેજ પણ તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ સીએમઓે (Gujarat CMO) આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે, નવા મંત્રીમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે.આ અંગે સીએમઓએ માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેબર, ગુરૂવારે બપોરે 1.30 કલાકે યોજાવવાની છે. જોકે, ગઇકાલથી મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ છે. તમામ અટકળોને વિરામ મળી ગયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.