કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, વલસાડ: માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો ગરમી અને હીટવેવની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામા વધારો થયો છે. જોકે, હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની આગાહી હતી.
News18 Gujarati

સેલવાસના ઉંમરકુઈ કીલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા. આમ પલટાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

News18 Gujarati

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે .એવા સમયે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. સેલવાસના ઉંમરકુઈ, કીલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા.આમ બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

News18 Gujarati

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ આજે સવારથી અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. આહવા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યુ છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉતરિય પર્વતિય વિસ્તારોમાં હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. આંધી વંટોળ અને ભારે પવનનુ જોર રહેશે.

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનુ પ્રમાણ વધશે. જોકે તેમણે આગાહીમાં કહ્યુ હતુ કે, 28મી તારીખથી ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમા ઉતર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 29 માર્ચના ગરમી, પવનની શક્યતા રહેશે. 30થી 31 માર્ચના ફરી પલટો આવશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શકયતા રહેશે.

હવામાન વિભાગના ગુરૂવારે આપેલી માહિતીમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. જ્યારે તાપમાનમાં ઘટાડો થશે. 24 કલાક બાદ (એટલે કે આજથી) કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે ગાંધીનગર, ડિસા અને આણંદમાં વોર્મ નાઈટ (રાત્રીનું તાપમાન પણ ઊંચું નોંધાવું) અનુભવાઇ હતી. હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમામે આજે વોર્મ નાઇટની ચેતવણી છે. જેમા ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને આણંદ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ રાત્રીના ગરમ વાતાવરણની સંભાવના છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.