બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં સોમવાર સુધી કરા સાથે માવઠાની આગાહી

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉત્તર ગુજરાતમાં વીજળી પણ ખાબકી-બે દાઝયા : કચ્છ-ગીર સોમનાથમાં કમોસમી વરસાદ થવાના સંકેત 

કરા સાથે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયાં, પાકમાં નુકશાનીની ભીતિ 

માંડવ રોડ સબરાડા ગામમાં બે વ્યકિતઓ ઉપર વિજળી પડતા બંને દાઝી ગયા હતા

ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – આજથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ માવઠુ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ કમોસમી વરસાદ આગામી તા. 15 સુધી રહેશે તેવો વરતારો હવામાન વિભાગે આપેલ છે. ત્યારે ગઇકાલે ગુજરાતમાં દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં અચાનક હવામાન પલ્ટા  સાથે કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડુતો ચિંતાતુર થઇ ગયા હતા. જયારે માંડવ રોડ સબરાડા ગામમાં બે વ્યકિતઓ ઉપર વિજળી પડતા બંને દાઝી ગયા હતા.

વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગઇકાલે રાજ્યના 4 જેટલા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જ્યાં કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે. દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, કારઠમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક ઠેકાણે કરા પણ પડ્યા હતા. લીમડી અઙખઈમાં વેચાણ અર્થે લાવવામાં આવેલ જણસ પણ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન પહોંચ્યું હતું.

અનેક ખેડૂતોએ પોતાનો પાક ખુલ્લામાં રાખ્યો હતો. જ્યારે વેપારીઓએ પણ ખરીદેલી જણસ ખુલ્લામાં રાખી હતી. એવામાં કમોસમી વરસાદના કારણે તે પલળી ગઈ હતી. જ્યારે અનેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે. જો સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો, અહીના વડાલી અને પોશીના તાલુકા પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા તાલુકામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તાલુકાના પણ અનેક ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ઉતર ગુજરાતમાં ભિલોડાના મઉ, લીલછા વિસ્તારમાં પણ તોફાની પવન સાથે માવઠું વરસ્યું હતું. આ ઉપરાંત છોટા ઉદેપુરનાં કવાંટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, માવઠાની આગાહી વચ્ચે ગઇકાલે ભુજામાં 41.2, અમદાવાદમાં 38.5, રાજકોટમાં 40.3, સુરેન્દ્રનગરમાં 40.8, ડાંગમાં 40 અને અમરેલીમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

જયારે જામનગરમા છેલ્લા 24 કલાકમાં મહતપ તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડા સાથે પારો 35 ડિગ્રીએ પહોંચ્યો હતો.તે રીતે લઘુતમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારા સાથે 24.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે ગઈકાલ સાંજથી પવનની ગતિ વધુ તેજ બની હતી.જે 9.5 કિમિ ઝડપ નોંધાઇ હતી.આમ જામનગરમાં હવામાનનો મિઝાઝ અલગ અલગ બતાવી રહ્યું છે.

એક તરફ હવામાન  વિભાગ દ્રારા વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે આગામી ત્રણ દીવસમાં ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.તેની સાથે પવન ફૂંકાવાનો સંકેત આપ્યો છે. જામનગર જિલ્લા કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે મહતપ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતુ. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા પહોંચ્યું છે.પવનની ગતિ  પ્રતિકલાક 9.5 કિમિ નોંધાઇ છે.તા. 13 થી 15 કયાં પડશે વરસાદ ?

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.