ગરવી તાકાત,મહેસાણા
ગુજરાતમાં વરસાદમાં વધુ એક લો પ્રેશર ઉભુ થઈ ગયુ છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12 થી 14 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં જેમ કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.
આ આગાહી માં જણાવાયુ છે કે,12 સપ્ટેમ્બરે -અમરેલી-ગીર,આણંદ, ભાવનગર ,દાદરા નગર હવેલી, સુરત,નર્મદા, વલસાડ,નવસારી,દમણ,ખેડા,દાહોદ, સોમનાથ,દીવમાં, 13 સપ્ટેમ્બરે અમરેલી, આણંદ,ખેડા,જુનાગઢ, પંચમહાલ,દાહોદ,અમદાવાદ,બોટાદ,ભાવનગર, ગીર સોમનાથ,રાજકોટ ,દીવ,વલસાડ,નવસારી, 14 સપ્ટેમ્બરે ભાવનગર,ખેડા,દાહોદ,નવસારી, પંચમહાલ,આણંદ,અમરેલી,રાજકોટ,દીવ,વલસાડ,દમણ,ગીર સોમનાથમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદ પડી શકે છે. ‘
રાજ્યમાં મંગળવાર સુધી છૂટાછવાયા ઝાપટાં પડે તેની પૂરી સંભાવના છે. જોકે, ચોમાસાની વર્તમાન સિઝનમાં વરસાદનો આ છેલ્લો વરસાદ હોઇ શકે છે. હવામાનના અનુમાન મુજબ ગુજરાતમાં 16 સપ્ટેમ્બર પછી ચોમાસાની સીઝનની વિદાય થઈ શકે છે.