પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
  • બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના
  • ગરમી સાથે બફારો પણ વધશે
  • વસ્ત્રાપુર, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા

ગરવીતાકાત અમદાવાદ: રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, બોપલ, બોડકદેવ, ગાંધીનગર, નરોડા, સરદારનગર, રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં સવારના સમયે વરસાદના હળવા છાંટા પણ પડ્યા હતા. આજથી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આવતીકાલે હળવો વરસાદ પડે તેવી શક્યતા જણાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમીથી બફારો વધશે.