રાયબરેલી તા. 04 – લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ઝુકાવનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બંને સીટ પર જંગી લીડ ધરાવી રહ્યા છે. ચુંટણીપંચના આંકડા પ્રમાણે કોંગ્રેસના ગઢ સમી રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીને 3.85 લાખ મતની લીડ છે તેઓને કુલ 6.80 લાખ મત મળ્યા હતા.
જયારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના દિનેશપ્રતાપસિંહ ને 2.93 લાખ મત મળ્યા હતા. વાયનાડ બેઠકમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી 3.59 લાખની લીડથી આગળ હતા. તેઓને 6.37 લાખ મત મળ્યા હતા. જયારે ભાજપના કે.સુરેન્દરનને 1.39 લાખ તથા કોમ્યુનીસ્ટ પાર્ટીના અનીરાજાને 2.77 લાખ મત મળ્યા હતા.