રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને પાનો ચઢાવતા કહ્યું, લડાઈ પહેલા હાર ન માનો

શેર કરવા અહીં ક્લિક કરો.

— દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ કરી ચૂંટણીલક્ષી ચર્ચા

 — નેતાઓ, ધારાસભ્ય અને કાર્યકરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપ્યું

ગરવી તાકાત દ્વારકા: દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે ચિંતિન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરના દર્શન, પૂજા-અર્ચના કરીને તેઓ ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા. દ્વારકાના હાથી ગેટ પાસે સ્વાગત કરતા લોકોને મળ્યા રાહુલ ગાંધી મળ્યા હતા. તેઓ પ્રોટોકોલ તોડી કારમાંથી ઉતરીને લોકોને મળવા પહોંચ્યા હતા. સાથે જ એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજન પણ લીધુ હતું. ચિંતન શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમા નવો ઉત્સાહ ભર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ કે, હુ તમારી પાસે એક જ વાત માગું છું કે, લડાઈ પૂરી થતા પહેલા હાર ક્યારેય ન માનો. લડાઈ બાદ જેટલી હાર માનવી હોય એટલી માની લો. 10 ડિસેમ્બર પહેલા કોઈ પણ કાર્યકર્તા, નેતા હાર ન માને. બસ આટલુ કરો, તમે ચૂંટણી જીતી જશો.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યુ હતું કે, સત્ય સાદગીભર્યુ હોય છે. ગુજરાતે માત્ર અમને જ નહિ, પરંતુ ગુજરાતના લોકોને પણ નથી ખબર કે તેના વિચારો ક્યા ક્યા સુધી ફેલાઈ ગયા છે. 1999 ના વર્ષે હું 19 વર્ષનો હતો ત્યારે હુ સાઉથ આફ્રિકા ગયો હતો. ત્યારે માતા સોનિયા અને પ્રિયંકા દીદી હતી. ત્યારે અમે નેલ્સન મંડેલાને મળ્યા હતા. તેમણે અમને કહ્યુ કે, હુ 26 વર્ષ જેલમાં રહ્યો હતો. 26 વર્ષ તેઓ મને યાતના આપતા રહ્યાં. મેં તેમને પૂછ્યુ કે, જેલમાં રહેવાની શક્તિ કેવી રીતે મળી. તો તેઓ બોલ્યા કે હુ એકલો હતો જ નહિ. મારી સાથે જેલમાં મહાત્મા ગાંધી બેસેલા હતા.

તેમણે કહ્યુ કે, ગત સમયે આવ્યો હતો ત્યારે સિનિયર નેતાઓએ મને કહ્યુ હતું કે, આ બહુ જ મુશ્કેલ ચૂંટણી છે. ત્યારે હુ કંઈ ન બોલ્યો. 40-45 સીટ આવશે તેવુ તેઓ બોલ્યા. એ જ નેતા મારી પાસે આવીને બોલ્યા કે માહોલ બની રહ્યો છે, પરિવર્તન આવશે. અંતે અમે માત્ર 7 સીટથી ચૂંટણી હાર્યા. તે સમયે જે પરિસ્થિતિ હતી, તે મેં જોઈ. હવેની પરિસ્થિતિ પણ હું જોઈ શકુ છું. આ ચૂંટણી તમારા મગજનુ કન્ફ્યૂઝન છે. આ તમારુ જીતતુ ઈલેક્શન છે. તમે લોકો જીતી ગયા છે, બસ તમે લોકો આ વાતને સ્વીકારી નથી રહ્યાં. કારણ કે, હું તમારી જેમ 25 વર્ષથી રોજ બીજેપી સામે હોત તો મારા કોન્ફિડન્સને પણ ધક્કો પડતો. પણ હું બહારથી આવુ છું, તેથી અલગ માહોલ છે. આ ચૂંટણી પણ તમે જીતી ગયા છો, બસ તમારે તેને સ્વીકારવાની જરૂર છે. ગુજરાતની જનતા તમારી તરફ જોઈ રહી છે. તમે લોકો વિચારો છો કે તમે બીજેપીથી કંટાળ્યા છો. પણ જેટલુ તમારુ નુકસાન કર્યુ છે, તેના કરતા દસ ગણુ ગુજરાતનુ નુકસાન કર્યુ છે. કોવિડમાં અહી 3 લાખ લોકો મર્યા. ગુજરાત મોડલમાં ઓક્સિજન સિલેન્ડર ન હતા, ગુજરાત મોડલમાં વેન્ટીલેટર ન હતા. રસ્તા પર ગાડીમાં લોકો મરી રહ્યા હતા. બીજેપીની રાજનીતિ ગુજરાતનુ નુકસાન કરી રહી છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની સ્ટ્રેન્થ બિઝનેસ છે. નાના પાયાના ઉદ્યોગોને બીજેપીએ ખતમ કરી દીધા. જીએસટી, નોટબંધી, કોરોના સમયે લીધેલા પગલાથી ગુજરાતની રીઢની હડ્ડીને તોડી નાંખી. ગુજરાતની જનતા આ વાતને જોઈ રહી છે. બધુ ગાયબ થઈ ગયુ. ત્રણ-ચાર લોકો ગુજરાતને ચલાવે છે. બધો પાવર સેન્ટ્રલાઈઝ્ડ કરી દીધું. ગુજરાતની જનતા કોંગ્રેસ તરફ જુએ છે, ત્યારે કેવી રીતે કરવા માંગે છે અને કોણ લોકો કરશે તે ઓળખી શક્તી નથી. હુ કહેવા માગુ છું આ સંગઠન જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ, તે બધાનુ સંગઠન છે. તે ગુજરાતના યુવા, ગુજરાતના મજૂરો, નાના ઉદ્યોગકારોનુ સંગઠન છે. તમારે આ સંગઠનને સંભાળવાનુ કામ કરવુ પડશે. ગુજરાત પાસે દુનિયામાં સૌથી વધુ ટેલેન્ટ છે. કોઈ પણ દેશમાં જાઓ, અડધી વસ્તીમાં ગુજરાતી છે. પરંતુ આપણી સ્ટ્રેન્થને વિકનેસ બનાવી દીધી. બધાએ મળીને ગુજરાત માટે નવુ વિઝન બનાવવુ પડશે.

અંતે તેમણે કહ્યુ કે, હુ ગુજરાત આવુ છું ત્યારે સારુ લાગે છે. મને હવે ગુજરાત આવવાની આદત પડી ગઈ છે. હુ બહુ જ ઓછો નાસ્તો કરુ છું. ગળ્યુ અને તળેલુ ઓછુ ખાઉ છું. હુ મોટી થાળી નથી ખાતો. પણ મંદિર પાસેના એક રેસ્ટોરન્ટમાં હું બધુ ખાઈ ગયો. મને અહીંનુ ભોજન બહુ જ ગમે છે. ગુજરાતના લોકો બહુ જ સારા લાગે છે. બધા પાસેથી શીખવા મળે છે. મારા ગુરુ મહાત્મા ગાંધીજી છે. હુ તમારી પાસેથી શીખવા માંગું છે. તમે મને જ્યા લઈ જવા માંગો છો, બસ બોલાવો હુ હાજર થઈ જઈશ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.