ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના થરા વિનય વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન પ્રવાહ નુ પરિણામ જાહેર
કરવામાં આવ્યુ હતું જેમાં કાંકરેજ તાલુકાના ચાંગા ગામના રોહિત સમાજ ના ગરીબ પરિવાર ના ચાગેચા રાહુલભાઈ હરગોવનભાઈ મહેનત મજૂરી કરી શાળા મા પ્રથમ નંબર આવ્યો હતો જેમાં 96.05 p R આવ્યા હતા

જેમાં વિનય વિદ્યા મંદિર ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ મા 30 વિદ્યાર્થી હતા જેમાં શાળા ના આચાર્ય ઈશ્વરભાઈ બોકા અને વર્ગ શિક્ષક હિતેષભાઇ પટેલ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યુ હતું જેમાં ગરીબ પરિવાર ના રાહુલભાઈ ના પિતા હયાત ન હોવા છતાં માતા દ્વારા મજૂરી કરી ભણાવતા આજ રોજ આશા ફળી હતી વિનય વિદ્યા મંદિરે પ્રથમ નંબર આવતા સમગ્ર રોહિત સમાજ નું અને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું .
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ