કોરોના સંકટ વચ્ચે ભાજપના માતૃ સંગઠન આરએસએસ દ્વારા પોઝિટિવિટી અનલિમિટેડ નામનો કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં ટોચના ધાર્મીક વ્યક્તિઓ,ઉધોગપતિઓ,પ્રેરકો અને બીજા અગ્રણીઓ પ્રવચનો આપશે. પરંતુ આ કાર્યક્રમની આલોચનાઓ થઈ રહી છે. જેમાં રાહુલ ગાંધી તથા પ્રશાંત કિશોરે આ મામલે પોતાની તીખી પ્રતીક્રીયા આપી હતી.
આ મામલે મુખ્ય વિપક્ષી પાર્ટીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રહાર કર્યા છે. આ સમાચારના મીડિયા રિપોર્ટને શેર કરતાં રાહુલે કહ્યું હતું કે ‘સકારાત્મક વિચારનો ખોટો દીલાસો સ્વાસ્થ્ય કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે મજાક છે. જેમને પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તથા ઓક્સિજન-દવાની કિલ્લત ભોગવી રહ્યા છે તેઓ સાથે. રેતમાં માથુ સંતાડવુ એ સકારાત્મકતા નથી પણ દેશવાસિયો સાથે દગો છે.
પુર્વ ચુંટણી રણનીતીકાર પ્રશાંત કીશોર અને રાહુલ ગાંધીએ સકારાત્મકતાના નામે પ્રોપેગેન્ડા કરવામાં આવી રહ્યો છે. પ્રશાંત કીશોરે ટ્વીટમાં લખ્યુ હતુ કે, આવા સમયે જ્યારે શોક મનાવવમાં આવી રહ્યો છે અને રોજે રોજ આપણી ચારે તરફ દુર્ધટનાઓ ઘટી રહી છે. એવામાં સકારાત્મકતા ના નામે જુઠ અને પ્રોપેગેંંડા ફેલાવવુ તે ઘૃણાસ્પદ છે. સકારાત્મક થવા માટે આપણે આંધળા થઈને પ્રોપેગેંડા ફેલાવવા વાળા ના બનવુ જોઈયે.