કડી તાલુકાના ગામે બેફામ આઇવા ડમ્પરની ટક્કરે આશાસ્પદ બાઇકસવાર યુવકનું મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે ગામનો યુવક બાઇક લઇ કડી તરફ ગયો હોઇ સુરજ-ભટાસણ રોડ પર અકસ્માત નડ્યો હતો. જેમાં બેફામ આઇવા ડમ્પરે યુવકને અડફેટે લેતાં બાઇક આગળના ટાયર નીચે આવી ગયુ હતુ. આ તરફ આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ ફરાર ડમ્પર ચાલક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ચંદ્રાસણ ગામના અલ્પેશજી ચેલાજી ઠાકોર (ઉ.વ.25) ગઇકાલે સાંજે પલ્સર બાઇક લઇને કડી બાજુ ગયા હતા. જ્યાં સુરજ-ભટાસણ રોડ પર તેમને એક બેફામ આઇવા ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં અલ્પેશજીનું બાઇક આઇવા ડમ્પરના ટાયર નીચે આવી ગયુ હતુ. આ તરફ ગંભીર ઇજાઓને કારણે અલ્પેશજીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ.
મહેસાણા જીલ્લામાં બેફામ સ્પિડે દોડી રહેલાં આઇવા ડમ્પરની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ચંદ્રાસણ ગામના અલ્પેશજી ઠાકોર ગઇકાલે સાંજે કડી તરફ જઇ રહ્યાં હોઇ ત્યાં અકસ્માતમાં તેમનું મોત થયુ છે. ઘટનાને લઇ કડી પોલીસે મૃતકના લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે. સમગ્ર મામલે મૃતક અલ્પેશજીના ભાઇ સાહીલજીએ અજાણ્યાં ફરાર આઇવા ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. કડી પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 304A, 279, 337 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .