ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના થરા માં ગત મોડી રાત્રી એ જલારામ મંદિર માં તસ્કારો એ મંદિર ના તાળા તોડી મંદિરમાં થી પંચધાતુ ની મૂર્તિ તેમજ દાન પેટી માં થી રોકડ રકમ સહીત ની સામગ્રી લઇ રફયુચક્ક થયાં હતા જલારામ મંદિરમાં ચોકીયાત તળજાભાઈ દેસાઈ જાગી જતા બુમાબુમ કરતાચોકીદાર પર લોખંડ ની ટોમી વડે હુમલો કર્યો હતો અન્ય ચોકીયાત રામજીભાઈ મણિલાલ ઠક્કર ને પણ પગ માં લોખંડ ની ટોમી વડે ઇજા પહોંચાડીને બન્ને ચોકીદાર ના મોબાઈલ લઇ ને ફરાર થયાં હતા
ગંભીર રીતે ઘાયલ થયેલ તળજાભાઈ દેસાઈએ જલારામ મંદિર ની બાજુમાં રહેતા ખેતર વનાભાઇ ઠાકોર પાસે જઈને કહ્યુ હતું કે અમારા પર લૂંટ નો હુમલો થયો છે જેથી કરી ને મંદિર ના ટ્રસ્ટ્રી ને તેમના ફોન વડે જાણ કરતા જલારામ મંદિર ના ટ્રસ્ટ્રી વિજયભાઈ ટેસ્ટી નિરંજનભાઈ ઠક્કર. રાજુભાઈ ઠક્કર.વગેરે દોડી આવી પોલીસ ને જાણ કરતા થરા પોલીસ તેમજ ડી વાય એસ પી ગોહિલ પણ ઘટના સ્થળે આવી પહોંચી ને સમગ્રહ વિગત જાણી લૂંટારુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ને પકડવા ચક્રોગાતિમાન કર્યા હતા મહત્વની બાબત એ છેકે મંદિર માં સી સી ટીવી કેમેરા માં કોઈ ટેક્નિકલ ખામી હોવાથી સી સી કેમેરા ના ફૂટેજ ન મળવાથી લૂંટારુઓ ને પકડવા માં પોલીસ ને વિલંભ થયો હતો..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ