પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના પત્રકાર સંગઠન એકતા ના મિડીયસેલ કન્વીનર ભગીરથ સિંહ ઉપર સાંતલપુર પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ દ્વારા ખોટો કેસ કરતા રાધનપુર તાલુકા સંગઠન દ્વારા આ બાબત વખોડી કાઢી હતી.ગઈકાલે પત્રકાર દ્વારા જ્યાં ખનન ચાલુ હતું તે સમય દરમિયાન આ ખનન ના વિડીઓ લેતા ભુમાફિયા રેલ કોન્ટ્રકટર ને આ બાબત ની જાણ થતાં સ્થાનિક પીએસઆઈ ને જાણ કરી હતી ત્યારબાદ પીએસઆઈ દ્વારા પત્રકાર ની ખોટી રીતે ધરપકડ કરી જેલ ના હવાલે કોઈ કારણ સર કરવામાં આવ્યો હતો.આ બાબત ની જાણ રાધનપુર પત્રકાર એસિયશન ને થતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી,અને નાયબ કલેકટર શ્રી રાધનપુર ને તાલુકા સંગઠન અને જાગૃત નાગરિકો સાથે મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં આ રેલ કોન્ટ્રકટર ના વારાહી થી લઈ ને પીપરડા સુધી નાખેલ માટી ની તટસ્થ તપાસ થાય અને સરકારી રોયલ્ટી વસુલય તેમજ વધુ ચોરી થયેલ જણાય તો પીએસઆઈ ની ફરજ પર બેદરકારી દાખવ્યા બદલ કાર્યવાહી થાય તેવી માગણી આવેદનપત્ર માં કરાઈ છે અને આવા ખોટા કેસ પત્રકારો ઉપર ના કરવામાં આવે તે પણ રજુઆત કરવામાં આવી હતી વધુ માં આ બાબતે તપાસ કરી કાર્યવાહી નહિ થાય તો દિન 10 માં જિલ્લા કક્ષા એ ગાંધી ચીંધ્યા માર્ગે તપાસ માટે બેસવા નું આવેદનપત્ર માં જણાવ્યું છે ત્યારે આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરાય છે તે આવનાર સમય બતાવશે.

તસ્વીર અહેવાલ જાડેજા દિલીપસિંહ શંખેશ્વર

Contribute Your Support by Sharing this News: