તસ્વીર - પ્રતીક કોટક
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાયબ કલેકટર સાહેબ ને જન અધિકાર મંચના પાટણ જિલ્લાના પ્રમુખ સુધીર ભાઈ ઠક્કર અન્ય કાર્યકર્તા દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રાધનપુર સાતલપુર વારાહી નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલી ગટરોની સાફ-સફાઈ ના થતી હોવાના કારણે લોકો બીમાર પડે છે.

આ પણ વાંચો – અંધશ્રધ્ધા@મહેસાણા: અઢી વર્ષના દિકરાના મોતને દેવ દુખ માની વહુને ઘરની બહાર કાઢી મુકી

આ પ્રશ્નનુ નિરાકરણ લાંબા સમય સુધી ના આવતા આવેદનપત્ર આપવમાં આવ્યુ છે. નેશનલ હાઇવે ઓથોરિટી નેશનલ હાઈવે રોડ નંબર 27 ઉપર જે હાઈવે રોડ ઉપર બનાવવામાં આવેલી ગટરો તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે તેવી માગણી સાથે આજરોજ જન અધિકાર મંચ દ્વારા રાધનપુર ખાતે નાયબ કલેકટર સાહેબની કચેરી નાયબ કલેકટર સાહેબ શ્રી  ડી બી ટાંક  ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માંગણી કરવામાં આવી કે રાધનપુર વારાહી સાતલપુર હાઈવે રોડની સાઈડમાં પાણીના નિકાલ માટે જે ગટરો બનાવવામાં આવી છે. તેની અંદર સાફ-સફાઈની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી હોય છે. પણ ગટરો ચોકઅપ થઈ ગઈ છે. ગંદા પાણી અને ગંદા કચરાથી ગટરો ઉભરાઇ રહી છે. પણ નેશનલ હાઇવે ઓથોરિટી આ ગટર સાફ સફાઈ કરતી નથી. તેને લઈને આજરોજ રાધનપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવેલું. જેમાં માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે ગટરોની સફાઈ કરવામાં આવે તથા કાયમી ધોરણે રેગ્યુલર ગટરોની સફાઈની કામગીરી કરવામાં આવે. તેવી માગણી સાથે આજે રાધનપુર ખાતે નાયબ કલેકટર ને જન અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ
Contribute Your Support by Sharing this News: