સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડિકૉકે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

શેર કરવા અહીં ક્લિક કરો.

સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડીકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડી કોકનો આ ર્નિણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે, તે માત્ર ૨૯ વર્ષનો છે અને તેણે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટને ખૂબ જ વહેલા છોડવાનું નક્કી કર્યું છે. ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે ૫૪ ટેસ્ટમાં ૩૩૦૦ રન બનાવ્યા હતા અને તેની બેટિંગ એવરેજ ૩૮.૮૩ હતી. ડી કોકના બેટીંગમાં ૬ ટેસ્ટ સદી અને ૨૨ હાફ સેન્ચુરી છે

સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડી કોકે પ્રથમ દાવમાં ૩૪ રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં ૨૧ રન જ બનાવી શક્યો હતો. ડિકોક બંને દાવમાં બોલ્ડ થયો હતો. ડિકોકની નિષ્ફળતાની અસર દક્ષિણ આફ્રિકાની ટીમ પર પણ પડી. દક્ષિણ આફ્રિકા ટીમ ઈન્ડિયા સામે પ્રથમ ટેસ્ટ ૧૧૩ રનથી હારી ગયું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ સેન્ચુરિયનમાં પ્રથમ વખત એશિયન ટીમ સામે ટેસ્ટ હારી છે. તે જ સમયે, આ મેદાન પર દક્ષિણ આફ્રિકાની ટીમની આ માત્ર બીજી હાર છે

ક્વિન્ટન ડી કોક ભારત વિરૂદ્ધ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમવાનો નહોતો. વાસ્તવમાં તેની પત્ની સાશા ગર્ભવતી છે અને તેથી જ ડિકોકે પિતૃત્વની રજા લીધી પરંતુ સેન્ચ્યુરિયન ટેસ્ટ પૂરી થતાં જ તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા. માત્ર ૨૯ વર્ષીય ડિકોક આગામી ૭-૮ વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકશે, પરંતુ તેણે આ ર્નિણયનું કારણ પણ ચાહકો સાથે શેર કર્યું છે

ડી કોકે ટેસ્ટ નિવૃત્તિ બાદ પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ ર્નિણય તેના માટે ઘણો મુશ્કેલ હતો. જાે કે, તે વનડે અને ટી ૨૦ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ડિકોકે લખ્યું, ‘મારા માટે આ ર્નિણય બિલકુલ સરળ નહોતો. મેં મારા ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું અને હવે મારી પ્રાથમિકતા સાશા અને મારું બાળક છે. મારો પરિવાર મારા માટે સર્વસ્વ છે અને હું મારા જીવનના નવા અધ્યાયમાં મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. ક્વિન્ટન ડી કોકે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સદી ફટકારી હતી. જાેકે, ભારત સામે તે ૭ ટેસ્ટમાં ૨૦.૧૪ની એવરેજથી માત્ર ૨૮૨ રન જ બનાવી શક્યો હતો. ભારત સામેની ટેસ્ટમાં તે સૌથી વધુ ૩ વખત શૂન્ય પર આઉટ થયો હતો.

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.