કડીના હાઇવે ત્રણ રસ્તા નર્મદા ની મુખ્ય કેનાલ થઈને જવાના રોડ ઉપર વિડજ ગામની ભુત તલાવડી નજીક થી દેશી દારૂ બનાવતી ભટ્ટી ઉપર મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવતા શખ્સ ને ઝડપી લઈને તેની સાથે ના નાસી છૂટેલા બે ઈસમો સહીત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની મળતી માહિતી મુજબ મોનીટરીંગ સેલ ગાંધીનગર ને ખાનગી માં બાતમી મળી હતીકે વિડજ ગામની ભુત તલાવડી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો દેશી દારૂ બનાવતા હોવાની તેમજ તેનો મોટા પાયે વેપાર કરતા હોવાની બાતમી ને લઈને તેની હકીકત મેળવી મોનીટરીંગ સેલ ના અધિકારી સહીત ટીમ બનાવીને સ્થળ ઉપર રેડ કરતા દેશી દારૂ બનાવતી ભટ્ટી ઝડપાઇ હતી મોનીટરીંગ સેલ વિભાગ દ્વારા દેશી દારૂ ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતી સાધન સામગ્રી સહીત કેરબા નંગ ૬ દેશી દારૂ ૧૧૦ લીટર દેશી દારૂ બનાવવા માં ઉપયોગ માં લેવાતું વોશ તેમજ એક્ટિવા જીજે ૦૨ ડીએફ ૦૮૫૬ કીંમત ૨૫૦૦૦/- તેમજ રોકડ ૫૧૦/- મોબાઇલ રૂપિયા કીમત ૫૦૦૦/સહિત ૪૪૫૧૦/-નો કુલ મુદ્દામાલ સાથે સુરેશભાઈ ભાઈ લાલજી ઠાકોર ને ઝડપી તેની સાથેના અન્ય બે નાસી છુટનાર બચુજી ભાઈલાલજી ઠાકોર તેમજ પ્રકાશ ઉર્ફે બકો રાવળ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ નાસી જનાર બે આરોપીઓ ને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૈમિન સથવારા – કડી