કડી શાક માર્કેટ પાછળ વિદેશી દારૂની એક્ટિવા ઉપર ખેપ મારવા નીકળેલ પંટર ને પોલીસે રોકતા દારૂ ભરેલ એક્ટિવા મૂકી પંટર ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

— એક્ટિવા માં બિયર નો જથ્થો લઇ ડિલિવરી કરવા નીકળેલ શહેરના બુટલેગર નો પંટર પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ થયો

–મુખ્ય બુટલેગર નું નામ ખુલશે કે કેમ લોકોમાં ચર્ચાનો વિષય

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના શાક માર્કેટ પાછળ આવેલ બંબાગેટ તરફ નંબર પ્લેટ વિનાની એક્ટિવા ઉપર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા ઇસમને  કડી પોલીસે બાતમી ને આધારે રોકતા પંટર વિદેશી દારૂ ભરેલ એક્ટિવા મૂકી ફરાર થયી ગયો હતો.પોલીસે હરિકૃપા સોસાયટીમાં રહેતો ધવલભાઈ ઉર્ફે ભોલો હર્ષદભાઈ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને ખાનગી હકીકત મળી હતી કે નંબર પ્લેટ વિનાની એક્ટિવા માં કોઈ ઇસમ વિદેશી દારૂની હોમ ડિલિવરી કરવા નીકળવાનો છે જેથી પોલીસે કડી શહેરી વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાછલ આવેલા બંબાગેટ વિસ્તારમાં વોચમાં હતા ત્યારે ખાનગી હકીકત વાળો ઇસમ આવતો જણાતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા તે એક્ટિવા મૂકી ફરાર થયી ગયો હતો.પોલીસે એક્ટિવા ની તપાસ કરતા તેમાં બિયર નો જથ્થો ભરેલ હોવાનું મળી આવ્યું હતું.
પોલીસે બિયર નો જથ્થો કી.રું.640 તથા એક્ટિવા કી.રું.30,000 મળી કુલ રૂ.30,640 નો મુદ્દામાલ જપ્ત કરી એક્ટિવા મૂકી ફરાર થયી ગયેલ  શહેરના નામચીન બુટલેગર નો શહેરના દેત્રોજ રોડ ઉપર આવેલ હરિકુપા સોસાયટીમાં રહેતો   પંટર ધવલ ઉર્ફે ભોલો હર્ષદભાઈ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.