વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું સૌપ્રથમ ચીનના શાંઘાઈ માં યોગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યાર બાદ હોંગકોંગ અને સેનઝેન માં પણ ગોલ્ડ પ્રાપ્ત કરી વિશ્વમાં સાબરકાંઠાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજ અને મહેસાણા જીલ્લાનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. પુજા પટેલે યોગ ક્ષેત્રે કઠોર પરિશ્રમના ફળસ્તૃતી ભાગરૂપે અનેક પ્રકારના યોગના આસન કરી બતાવે છે કેટલાક યોગાસન તો ભાગ્યેજ કોઈ કરી શકે છે પોતાનુ શરીર જાણે કે રબ્બરની જેમ વાળી શકે છે.અને આકરા આસનો પણ સહેલાઈથી કરતા પૂજાના યોગાસન જોનાર લોકોને દંગ કરી દે છે.

“મીસ યોગીની” પૂજા પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ-૪ માં અભ્યાસ કરતી હતી ત્યારથી પિતાએ ટીવી પર બાબા રામદેવના યોગથી અભિભૂત થઈ તેના પિતા ઘનશ્યામભાઈ પટેલે તાલીમ આપવાનું શરુ કર્યું હતું ત્યારથી અલગ અલગ કક્ષાએ શાળા ગેમ્સ, ખેલમહાકુંભ, રાજ્યકક્ષાને રમત અને આંતરરાષ્ટ્રીય કક્ષાને રમતો રમી ચુકી છે અત્યાર સુધી આંતરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે તો 64 મેડલ, 117 ટ્રોફીઓ અને 186 પ્રમાણપત્રો મેળવી ચુકી હોવાનું જણાવ્યું હતું અને અનેક સંસ્થાઓ યોગ પ્રદર્શન માટે બોલાવતા હોવાનું અને નાના બાળકોને યોગ કરતા શીખવાડતા હોવાનું જણાવ્યું હતું.

પૂજાના પિતા ઘનશ્યામ ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ધોરણ 4માં પુજા અભ્યાસ કરતી હતી અને ઘરે ટીવી લાવ્યા ત્યારબાદ બાબા રામદેવના શો જોઈને પુજાને મે તાલીમ આપી અને પુજાએ વિશ્વભરમાં મારુ,પરિવારનુ અને દેશનુ નામ રોશન કરતા ગૌરવ અનુભવું છું.

રાજેન્દ્રનગર આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રવીણ પટેલે જણાવ્યુ હતુ કે પુજા અમારી કોલેજમાં આવી ત્યારથી કોલેજનુ નામ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ગુંજતું કર્યું છે અમારી કોલેજમાં અભ્યાસ અર્થે આવ્યા બાદ બાંગ્લાદેશના ઢાકા ખાતે બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ અનહદ ગૌરવ અનુભવતા હોવાનું જણાવ્યું હતું પૂજા પટેલ કોલેજમાં અન્ય વિદ્યાર્થોને પણ તાલીમ આપી રહી છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી