દાંતામા દેશી વિદેશી દારુનુ સ્ટેન્ડ ચાલુ થયું હોય તેવી લોક મુખે ચર્ચાઓ

શેર કરવા અહીં ક્લિક કરો.

દાંતામા ઓડ વાસના જતાં રસ્તા ઉપર થતું વિદેશી દારુનુ વેચાણ

દાંતામા દેશી વિદેશી દારુનુ સ્ટેન્ડ ચાલુ થયું હોય, દાંતામાં ઓડવાસ જતાં દેશી વિદેશી દારુનુ ધુમ વેચાણ થતું હોય તેવી ચર્ચાઓ લોકોના મુખી થઈ રહી છે. જો દારુનુ વેચાણ પાછળ હપ્તા રાજ ચાલતુ હોય અને દર મહિને પોલીસને મોટા હપ્તા આપી દારુનુ સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યું હોય એવિ માહિતી  જાણવા મળી રહી છે.

દાંતા પોલીસ આ દારૂ વેચાણ ઉપર કોઈ પગલાં લેશે કે પછી ગાંધીના ગુજરાતમા દાતામા દારુનુ વેચાણ થતું રહશે. દાતા તાલુકામા ઘણા એવા ગામો છે કે ગામમાં પાણી નહીં મળે પણ દેશી દારુના અડાઓ જોવા મળે છે. દાતા તાલુકાના ગંગવા અને અભાપુરામા દેશી દારૂની હોમ ડીલીવરીઓ અને જાહેરમાં ધુમ વેચાણ પોલીસના હપ્તા પાછળ થઈ રહયું છે.અનેક વાર મિડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છતાં પણ હપ્તા ખાઉં પોલીસની હજુ ઊઘ નથી ઉડતી. હવે એ જોવાનું રહયું કે પોલીસ વડા દાંતામા ચાલતા દારુના અડાઓ પાછળ લાલ આખ કરે તો દાંતા તાલુકામાં ચાલતા દરેક દેશી વિદેશી દારુના અડાઓ બંધ થાય.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.