મહેસાણા એસ.પી પાર્થરાજસિંહ ગોહિલે નિમણૂક કરેલા પીએસઆઇએ વડનગરની સિકલ બદલી નાખી

શેર કરવા અહીં ક્લિક કરો.

— વડનગર કોલેજ પાસે ટ્રાફિક સમસ્યાનો અંત:PSI આનંદ દેસાઈની કામગીરીથી જનતામાં આનંદ

•વડનગર પંથકમાં અસામાજીક તત્વોમાં પીએસઆઇની ધાકથી ધ્રુજારી

•કોલેજ ત્રણ રસ્તા પાસે વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો પણ અંત લાવી દીધો

ગરવી તાકાત વડનગર :  વડનગર શહેરમાં પીએસઆઈ તરીકે આનંદ દેસાઈની જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિહ ગોહિલે નિમણૂક કરી છે. પીએસઆઇ આનંદ દેસાઈ જ્યારથી આઈ ફરજ પર મુકાયા છે ત્યારથી તેઓએ અસામાજીક તત્વોમાં ધ્રુજારી લાવી દીધી છે. થોડા દિવસો પૂર્વે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં જનતાએ કોલેજ ત્રણ રસ્તા પાસે જટીલ બનેલી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જે સમસ્યાનો અંત લાવવા પોલીસ વડાએ વડનગર પોલીસ મથકના જવાબદાર અધિકારીને સુચના આપી હતી. જે સૂચનાનો અમલ કરવા પીએસઆઇ આનંદ દેસાઈએ પોતાની કામગીરી સંભાળી લીધી હતી. તેઓએ કરેલી કામગીરીમાં વર્ષોજૂની ટ્રાફિક સમસ્યાનો અંત લાવી દેતા જનતા પીએસઆઇ આનંદ દેસાઈની કામગીરીથી ‘આનંદ’ અનુભવી રહી છે

વડનગર શહેર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન છે. તે પૂર્વે આ એક ઐતિહાસિક

નગરી અનેક પર્યટકો માટે મુલાકાતનું કેન્દ્ર પણ છે. અહીં તાનારીરી, નરસિંહ મહેતાનો ચોરો, શર્મિષ્ઠા તળાવ જેવા અનેક નામી સ્થાનો આવેલા છે. જેને જાણવા અને માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. નગરીમાં રહેણાંક ધરાવતા લોકો અને પ્રવાસીઓથી સ્વભાવિક છે કે નગરમાં ટ્રાફિક ચહલ-પહલ વધી જતી હોય. આ ટ્રાફિક સમસ્યાથી પર્યટકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહયા હતા. જેના ઉકેલ માટે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલે અહીં યોજેલા લોક દરબારમાં જનતાએ રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે પોલીસ અધિક્ષકે સ્થાનિક પોલીસ મથકના જવાબદારોને જરૂરી સુચના આપી હતી. જેના અનુસંધાને શહેરના કોલેજ ત્રણ રસ્તા પાસે વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા હલ કરવા અહીંના પીએસઆઇ દેસાઈએ બળ વાપરવાના બદલે કળથી કામ લઈ ટ્રાફિક સમસ્યા હલ કરવા જનતાની સાથે અત્યંત નમ્રતાથી કામગીરી કરી ગણતરીના સમયમાં જ વર્ષોથી સતાવતી ટ્રાફિક સમસ્યાનો અંત લાવી દીધો છે

મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈ તરીકે આનંદ દેસાઈની અહીં નિમણૂક કરી છે. તેઓ અહીંના પોલીસ મથકમાં ચાર્જ સંભાળ્યો તે પછીથી જનતાને કનડતી તમામ સમસ્યાઓ દૂર કરવા તેઓ સતત કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય જનતાને રંજાડતા અસામાજિક તત્વો સામે પણ તેઓએ કડક હાથે કામ લઇ ગુનેગાર તત્વોમાં રીતસરનો ફફડાટ ઊભો કરી દીધો છે. વડનગર શહેર તેમજ પોલીસ મથક તાબાના 46 જેટલા ગામોમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર પીએસઆઇ આનંદ દેસાઈની બાજ નજર હોઈ તેઓ અસામાજિક તત્વોને લાલ આંખ બતાવતા રહ્યા છે. આમ જનતા સાથે નમ્રતા અને અસામાજિક તત્વો સામે કડકાઇ દાખવનાર પીએસઆઇ આનંદ દેસાઇથી જનતા ખુશખુશાલ અને અસામાજિક તત્વો ધ્રુજી રહ્યા છે. જેને લઇને જનતા આવા પીએસઆઇ ઉપર ગર્વ લઇ રહી છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.