ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ થી ગાંધીનગર જિલ્લાને જોડતો સાબરમતી બ્રિજ ની હાલત કફોડી બની છે પ્રાંતિજ અનોડીયા ની વચ્ચે થી પસાર થતી સાબરમતી નદી ઉપર અગાઉ બનાવવામાં આવેલ સાબરમતી બ્રિજ હાલમાં તો તેની પરિસ્થિતિ એવી છે કે ત્યાંથી વાહનચાલકોને નીકળવું પણ યજનક બની રહ્યું છે બ્રીજ ઉપર 15 થી 20 ફૂટના અંતરે મસમોટા ખાડા પડી ગયા છે સામાન્ય રીતે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇ નીકળવું ભારે પડી રહ્યું છે સ્થાનિક લોકો માં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ખનીજ માફિયાઓ દ્વારા આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર કરવામાં આવે છે તેના કારણે અને વરસાદના કારણે આ બંને કારણોસર બ્રિજની હાલત જીવલેણ બની છે તંત્ર એ પણ છેલ્લા કેટલાય સમયથી તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તંત્ર પણ જીવલેણ અકસ્માત ની રાહ જોઇ રહી છે તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે જો તંત્ર દ્વારા સત્વરે બ્રિજ પર ની કામગીરી હાથ ધરશે તો કદાચ જીવલેણ અકસ્માત અટકી શકશે ખરા..?? તે જોવું રહ્યું…

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

Contribute Your Support by Sharing this News: