ગરવીતાકાત અરવલ્લી: આજરોજ સમગ્ર ભારતમાં કોલકત્તામાં થયેલા એન આર એસ મેડીકલ કોલેજ માં હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા સોમવારે સમગ્ર ભારતમાં તમામ હોસ્પિટલોમાં ઓપીડી અને સામાન્ય સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરેલ છે જે સંદર્ભે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ આ બંધના નિર્ણયને સમર્થન આપ્યું હતું અરવલ્લી જિલ્લામાં મોડાસા ભિલોડા બાયડ મેઘરાજ તેમજ માલપુર જેવા અનેક તાલુકાઓની હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી કોલકાતામાં થયેલા હુમલા માં હોસ્પિટલ બંધ રાખી ને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે બાયડ તેમજ વાત્રક હોસ્પિટલ માં બાયડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મયુરભાઈ એમ શાહ તેમજ સેક્રેટરી દર્શનભાઈ પટેલ તથા સૌ તબીબ મિત્રો દ્વારા હોસ્પિટલો બંધ રાખી અને રેલી કાઢી પ્રાંત ઓફિસર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતુ