મહેસાણા સીવીલમાં એક આરોપી સારવાર દરમ્યાન પોલીસને થપ્પો આપી ભાગી ગયાના મામલે બે પોલીસ કર્મીઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મહેસાણા પોલીસ કોન્સ્ટેબલ તથા લોકરક્ષકના જવાનની બેદરકારીના કારણે આરોપી ભાગ્યો હોવાથી તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ સામે આવ્યા બાદ લોકો જાણવા ઉત્સુક થઈ રહ્યા છે કે ફરાર આરોપી ખરેખર એટલો ચતુર હતો કે જે પોલીસને જાંસો આપી ભાગી ગયો કે પછી હિન્દી ફિલ્મોની માફક ભગાડવામાં આવ્યો છે.
રામોસણા વૃદાવન સોસાયટી મહેસાણાનો રહેવાશી કીર્તીજી છગનજી ઠાકોર નામનો આરોપી મહેસાણા સબજેલમાં દુષ્કર્મના આરોપસર સજા કાપી રહ્યો હતો. જેની તબીયત ગત ગુરૂવારના રોજ લથડતા તેને મહેસાણાની સીવીલમાં કેદીરૂમમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે મીલનકુમાર બાબુલાલ-લોકરક્ષક ,કનુજી રજુજી કોન્સ્ટેબલ હતા. જેમાં રાત્રીના સમયે આરોપી પોલીસનુ ધ્યાન ભટકાવી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો – રાજકોટ: નકલી નોટ વેચવા જઈ રહેલ શખ્સ પોલીસના સંકજામાં
મળતી માહીતી મુજબ 8 વાગ્યાની આસપાસ મીલનકુમાર જમવા માટે ગયેલ હતા. કનુજી રજુજી પેસાબ કરવા ગયા ત્યારે આરોપી ફરાર થઈ ગયાનુ માલુમ પડ્યુ હતુ. પરંતુ આ મામલામાં એવુ જાણવા મળી રહ્યુ છે કે જ્યારે કનુજી આરોપીને છોડી પેશાબ કરવા ગયા ત્યારે તે હાથકડી બાંધીને ગયા હતા તો કેવી રીતે તે ફરાર થઈ ગયો. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. તથા પોલીસની બેદરકારીને કારણે કનુજી રજુજી તથા મીલન બાબુલાલની વિરૂધ્ધ અનાર્મ એ.એસ.આઇ રાયમલભાઇ વસ્તાભાઇ રબારીએ મહેસામા એ-ડીવિઝનમાં આરોપી નં.2 અને 3 નાઓ હતા જેમની બેદરકારી ફરજ પરની નિષ્કાળજી બાબતે ફરિયાદ આપેલ કે આરોપી નં1 કેદી રૃમમાંથી નાસી જઇ ગુનો કર્યો જે અંગે 223,224 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.