સુરતમાં રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા વચ્ચે બહાર નીકળવા પર પ્રતીબંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ સિવાયના મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં રાત્રે 9.00 થી સવારે 06.00 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અન્ય જાહેરાત કે હુકમ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલી રહેશે. જે કોઈ આ પ્રતીબંધનુ ઉલ્લઘંન કરતુ ઝડપાઈ જશે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

જાહેરનામા અનુસાર કોઈ પણ માર્ગ, જાહેર રસ્તા, શેરી-ગલીઓ, પેટાગલીઓ તેમજ જાહેર જગ્યાઓએ ઉભા રહેવા કે વાહનો સાથે, પગપાળા અવરજવર પર પ્રતિબંધ છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કન્ટેઈન્ટમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે. કન્ટેઈન્ટેમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયત પ્રવૃત્તિઓ શરૂ રહેશે.

સુરત જીલ્લા મેજીસ્ટ્રેટે પ્રતીબંધ ફરમાવ્યો પરંતુ એમાં 17 જેટલા અપવાદો છોડવામાં આવ્યા છે.

1) જાહેર ઉપયોગિતા ધરાવતી નીચેની સેવાઓને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં પેટ્રોલિયમ, સીએનજી, એલએનજી, એલપીજી, પીએનજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વિજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી,

2) પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, જેલ, જિલ્લા પંચાયત અને મ્યુનિસીપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ

3) જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઇ-કોમર્સ, ફાર્માસ્યુટીકલની હોમ

4) દુધ વિંતરણ

5) ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડીયા

6) ખાનગી સિકયુરીટી સેવાઓ

૭) આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન ઔદ્યોગિક એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે તેવા ઔદ્યોગિક એકમોએ કર્મચારીઓ માટે ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ માન્ય રહેશે.

8) લગ્ન પ્રસંગ માટે સ્થાનિક એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ/મામલતદારની મંજુરી આવશ્યક છે.

9) રેલ્વે અને એરપોર્ટ પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃતિઓ.

10) રેલ્વે તથા હવાઇ માર્ગે અવર-જવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટીકીટ રજુ કર્યેથી મંજુરી છે, માટે ટેક્ષી તથા રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે.

11) બહારગામથી લાંબી મુસાફરી કરી સુરત જિલ્લામાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલટેક્ષ રસીદ તથા અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે.

12) એ.ટી.એમ.બેન્કિંગ ઓપરેશનના આઈ.ટી. વેન્ડરો, ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ.

13) તમામ પ્રકારના માલસામાનનું પરિવહન.

14) NIC Scientist-B, CGL Tier-3, CSIR NET Exam, CA, SSC Q3 વગેરેના પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર/ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી.

15) કેન્દ્ર સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને આધિન અપવાદો

16) સુરત પોલીસ કમિશનર તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા માટે ખાસ પરવાનો આપવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિકયુટીવ તરફથી અનિવાર્ય સંજોગોમાં આવવા-જવા માટે ખાસ પરવાનો હોય તેવા વ્યક્તિઓ.

17) ઉપરોકત તમામ છુટછાટો સોશ્યલ ડિસ્ટન્સિંગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝેશન વિગેરે સંબંધમાં કોવિડ-19ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.