પ્રોફેસર બન્યો હેવાન,પાસ કરવાને બહાને કર્યો હતો રેપ.

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુરુ-શિષ્યના સંબંધ પર કલંક લાગે તેવો મામલો સામે આવ્યો છે, સ્કૂલ મેનેજમેન્ટ પર ભરોસો રાખી પોતાના સંતાનોના સારા ભવિષ્ય માટે માતા-પિતા તેમની દીકરીઓને દૂર-દૂરથી કોલેજમાં ભણવા મોકલતા હોય છે ત્યારે નરાધમ પ્રોફેસરોને કારણે

 આવા આખાને આખા પરિવાર તબાહ થઈ જાય છે. આ મામલો છે હરિયાણાની સરકારી કોલેજનો જ્યાં વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. ફરીદાબાદના એક રાજકીય મહાવિદ્યાલયમાં આરોપ સામે આવ્યા બાદ એક પ્રોફેસર અને બે અન્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી આરોપી પ્રોફેસર તેમની સાથે રેપ કર્યો હતો.હેવાન બન્યો પ્રોફેસર, પાસ કરવાના બહાને કરતો હતો રેપ હેવાન બન્યો પ્રોફેસર વિદ્યાર્થિનીઓએ લગાવેલા આરોપો બાદ હરિયાણા મહિલા આયોગની એક ટીમે કોલેજની મુલાકાત લીધી હતી. આયોગની ટીમે કહ્યું કે આયોગની ટીમે કહ્યું કે કોલેજમાં આવા મામલાઓ સાથે નિપટાવવા માટે આંતરિક ફરિયાદ સમિતિ સક્રિય નથી. હેવાન બન્યો પ્રોફેસર, પાસ કરવાના બહાને કરતો હતો રેપ વિદ્યાર્થિનીઓએ કરી ફરિયાદકોલેજની જ એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે પરીક્ષામાં પાસ કરવવાના નામે કોલેજના એક એસોસિએટ પ્રોફેસર, લેબ અટેન્ડન્ટ વગ્રે વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરે છે. આયોગના સભ્ય રેણુ ભાટિયાએ કહ્યું કે તેમણે વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી અને આ મામલે તેમની પાસેથી જાણકારી મેળવી. તેમણે કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે અને પોલીસ મામલાની તપાસ કરશે.હેવાન બન્યો પ્રોફેસર, પાસ કરવાના બહાને કરતો હતો રેપ આકરી સજાની માંગણી આ મામલાને લઈ લોકોમાં આક્રોશ પેદા થઈ ગયો છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કૈથલના ધારાસભ્ય રણદીપ સિંહ સુરજેવાલાએ દોષી લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થિનીઓએ પણ આવા નરાધમ શિક્ષકોથી સાવધાન રહેવું જોઈએ અને કોઈ આવી માંગણી કરે તો તુરંત વાલીને અથવા સ્કૂલ મેનેજમેન્ટને ફરીયાદ કરવી જોઈએ.

શેર કરવા અહીં ક્લિક કરો.