ગરવીતાકાત બોલિવૂડ ડેસ્ક: ટીવી શો ‘કુબૂલ હૈ’, ‘નાગિન 2’ અને ‘બિગ બોસ’ જેવા શોમાં દેખાઈ ચૂકેલ કરણવીર બોહરા પોતાના હોમ પ્રોડક્શન સાથે ‘હમેં તુમસે પ્યાર કિતના’ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને તેના પિતા મહેન્દ્ર બોહરા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે. આ ફિલ્મમાં કરણવીરની સાથે પ્રિયા બેનર્જી લીડ રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર લલિત મોહન છે. આ ફિલ્મ 28 જૂને રિલીઝ થવાની છે.ફિલ્મ 28 જૂને રિલીઝ થશે ફિલ્મ વિશે કરણવીરે જણાવ્યું કે, ‘આ ફિલ્મ એક એવા માણસની છે જે સુંદર છોકરીઓની પાછળ પાગલ હોય છે અને તેના માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ફિલ્મનું શૂટિંગ જ્યારે મનાલીમાં થઇ રહ્યું હતું ત્યારે રેડિયો પર એક ગીત વાગી રહ્યું હતું, હમેં તુમસે પ્યાર કિતના અને બસ ત્યાંથી જ અમને અમારી ફિલ્મનું ટાઇટલ મળી ગયું. આ કિશોર કુમાર અને પંચમદા તરફથી અમારા માટે ગિફ્ટ છે.’ ફિલ્મમાં કરણવીર ‘ધ્રુવ’ના રોલમાં છે અને પ્રિયા બેનર્જી ‘અનન્યા’ના રોલમાં છે. ધ્રુવને અનન્યા સાથે પ્રેમ થઇ જાય છે, પરંતુ અનન્યાની સગાઈ કોઈ રણવીર નામના છોકરા સાથે થઇ ગઈ છે તે જાણીને તેનું દિલ તૂટી જાય છે. ત્યારબાદ ધ્રુવ તેને પામવા માટે કોઈપણ હદ પાર કરવા તૈયાર થઇ જાય છે.