ગરવીતાકાત,તારીખ:૨૫

રાજકોટ ડ્રગ્સ ઇન્સપેકટર અને ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

રાજકોટ શહેરમાં ડ્રગ્સ ઇન્સપેક્ટર અને ક્લાર્કને લાંચ લેતા ACBએ રંગ હાથે ઝડપી પાડ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ACB એ ઉર્વશીબેન પટેલ અને કલાર્ક ઇકબાલ સૈયદની ધરપકડ કરી છે. મેડિકલ સ્ટોલના સંચાલક પાસે સરકારી કામકાજ કરી આપવા માટે લંચની માગ કરી હતી. જેની જાણ થતાં ACB એ છટકુ ગોઠવ્યું હતું. જેમાં 18 હજારની લાંચ લેતા ACBએ બે અધિકારીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી છે.

અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી પાસે ACBની કાર્યવાહી

અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી પાસે ACBએ કાર્યવાહી કરી હતી. જેમાં ACB એ પોલીસ કર્મચારી અને TRB જવાનને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBએ છટકું ગોઠવી પોલીસ કર્મચારી અને TRB જવાનને ઝડપ્યા છે. મેમો ન આપવાના બદલે વાહનચાલક પાસેથી પૈસા લૈતા હતા. ACBએ પોલીસ કર્મચારી અને TRB જવાન સામે કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: