ગરવી તાકાત,થરા
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી ને બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમે બનાસકાંઠા જિલ્લાના થરાની ગુરુકૃપા લેબોરેટરીમાંથી સરકારી ક્વોટાની 25 કોરોના ટેસ્ટ કીટનો જથ્થો ખાનગી લેબોટરીમાં ઉપયોગ થતો હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ડો . તુષાર પટેલએ આ એન્ટીજન રેપીડ કીટ પ્રાઇવેટ લેબોરેટરીને સપ્લાય કરી નાણાં કમાવવાનું સામે આવતા જેના પગલે લેબોરેટરી સંચાલક અને મેડિકલ ઓફિસર બંને સામે ધ એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહીની તજવીજ હાથ ધરતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.
આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં એન્ટીજન રેપિડ કીટનો 80 હજાર કરતાં પણ વધુનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો હતો.જેમાંથી મોટાભાગની કીટ 14 તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફાળવી હતી . એન્ટીજન રેપિડ કિડની મદદથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ 10 થી 15 મિનિટમાં તેનું પરિણામ દર્દીને જણાવે છે . જો કે આ કીટ માત્ર સરકારી સ્ટાફ પાસે હોવા છતાં કાંકરેજ તાલુકાના થરામાં આવેલી ગુરુકૃપા પેથોલોજી લેબોરેટરીમાં આરોગ્ય વિભાગની આકસ્મિક રેડ દરમિયાન 25 કીટ જપ્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો . મનીષ ફેન્સીએ જણાવ્યું કે “ અમને માહિતી મળી હતી કે એન્ટીજન રેપિડ ટેસ્ટ કીટ દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે જેના પગલે તપાસ કરાવતા 25 કીટ મળી આવી છે જે પૈકી કેટલીક કિટનો ઉપયોગ કર્યો છે . આ કીટનો ઉપયોગ કરી આર્થિક રકમ એકઠી કરી છે કે કેમ તેને લઇ તપાસ કરાશે . અને આ મામલામાં જે કોઈ દોષિત થશે તેની સામે કાર્યવાહી થશે . હાલમાં નિવેદન લેવાની પ્રક્રિયા ચાલે છે.