યોગી આદીત્યનાથની ધમકી બાદ પ્રિયંકાનો પલટવાર – કહ્યુ તમે જે પ્રોપર્ટી પર બેઠ્યા છો તે તમારી નથી, જનતના તેને જપ્ત કરી શકે છે

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક નિવેદનને લઇ તેમના પર નિશાન સાધ્યું અને કહ્યું કે મુખ્યમંત્રી જે પ્રોપર્ટી પર બેઠા છે તેને એક દિવસ જનતા જપ્ત કરી શકે છે. આ પહેલા યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પ્રદેશના યુવા કોઇના બહેકાવવામાં ન આવે કારણ કે આજે કોઇ ખોટું કરી શકતુ નથી જેને પોતાની પ્રોપર્ટી જપ્ત કરાવી હોય તે ખોટું કાર્ય કરે

પ્રિયંકાએ મુખ્યમંત્રીના આ નિવેદનને લઇ તેમના પર પલટવાર કરતા ટ્‌વીટ કર્યું કે આ દેશમાં પોતાનો અવાજ ઉઠાવવો, પ્રદર્શન કરવું અને પોતાની માંગો માટે આંદોલન કરવું એક બંધારણીય અધિકારી છે. યોગ્ય માંગો માટે અવાજ ઉઠાવનારાઓને ડરાવવા અને ધમકાવવા માટે સત્તાનો દુરૂપયોગ કરવો એક ઘોર અપરાધ છે. ઉત્તરપ્રદેશના પ્રભારીએ વધુમાં કહ્યું કે જે પ્રોપર્ટી પર યોગીજી બેઠા છે તે તેમની નથી દેશની જનતાની છે યાદ રાખે કે તે પ્રોપર્ટી પણ એક દિવસ જનતા જપ્ત કરી શકે છે.

જયારે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે સત્તારૂઢ ભાજપ પર હુમલો કરતા કહ્યું કે ભાજપ જુઠ્ઠી પાર્ટી છે તેને હટાવી દો. ભાજપના લોકો ઝઘડો લગાવવાનું કામ કરે છે. ભાજપે પંચાયત ચુંટણીમાં નોટનો ઉપયોગ કર્યો અને બ્લોક પ્રમુખ તથા જીલ્લા પંચાયત અધ્યક્ષોના પદ છીનવી લીધા છે.ભાજપે સરકારી સંસ્થાનોને વેચી મારી છે. તેના શાસનમાં યુવાનોમાં બેકારી વધી છે મોંધવારી બેલગામ થઇ છે. લોકોને ભુખમરીના કિનારે પહોંચાડી દીધા છે.

યોગી આદિત્યનાથે નવા પસંદ થયેલ આબકારી નિરીક્ષકોને નિયુક્તિ પત્ર વિતરિત કરવા સંબંધી કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે લોકોએ પ્રદેશમાં કડક કાયદો વ્યવસ્થા માટે હર સંભવ પ્રયાસ કર્યા છે પરિણામ સ્વરૂપે રાજયમાં રોકાણ આવ્યું છે ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટનું કાર્ય થયું છે. આ હેઠળ 1.61 કરોડથી વધુ યુવાનોને નોકરી અને રોજગારથી જાેડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. તેમણે એ પણ કહ્યું હતું કે પ્રદેશના યુવાનોને મારી અપીલ છે કે તે કોઇના બહેકાવામાં ન આવે આજે કોઇ ખોટું કરી શકે તેમ નથી જેને પોતાની પ્રોપર્ટી જપ્ત કરાવી હોય તે ખોટું કાર્ય કરે. યોગી આદીત્યનાથનુ આ સ્ટેટમેન્ટ ધમકીભર્યુ હોવાથી લોકોએ ખુબ આલોચના કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.