ફી અંગે હાઈકોર્ટ અને શીક્ષણ મંત્રીની વાત પણ માનવા તૈયાર નથી સ્કુુલ સંચાલકો

શીક્ષણમંત્રી ભુપેન્દ્રસીંહ ચુડાસમાં સાથે આજે ખાનગી શાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમા સ્કૂલ સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફીની વાત ફગાવી દીધી છે. અને સાથે સાથે હાઈકોર્ટનો આદેશ પણ માનવા તૈયાર નથી. 

લોકડાઉનમાં સ્કુલો બંદ હોવા છતા પણ સ્કુલના સંચાલકો દ્વારા શાળામાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હોવા છતાં ખાનગી શાળા સંચાલકો ટ્યુશનની સાથે બધી જ ફી ઉઘરાવતા હોવાથી સરકારે રોક લગાવી હતી, તેની સામે સંચાલકો હાઈકોર્ટમાં જતાં કોર્ટે પણ માત્ર ટ્યુશન ફી જ લેવા અને તેના માટે શિક્ષણ વિભાગ અને સંચાલકોએ સાથે બેસીને નિર્ણય કરવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો – અણસોલ ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપતી શામળાજી પોલીસ

હાઇકોર્ટના 5 ઓગસ્ટના આદેશ બાદ 15 દિવસ સુધી શિક્ષણ વિભાગ કે સંચાલકો સાથે કોઈ બેઠક કરવામાં આવી નહોતી, જે અંગે આજે ભુપેન્દ્રસીહ ચુડાસમા સાથે આજે સંચાલકોની બેઠક યોજાઈ હતી પંરતુ તેમા સંચાલકોએ 25 ટકા સુધી ફી ધટાડવાની માંગ પણ ફગાવી દીધી છે.

આ બેઠકમાં રાજ્ય સરકારે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફીમાં 15થી 25 ટકા સુધીની ફી માફી આપવાની દરખાસ્ત મૂકી હતી. જેને ખાનગી સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધી છે. જેથી ફીના મામલે પ્રથમ બેઠક નિષ્ફળ નિવડી હતી. આવતા દિવસોમાં વધુ બેઠક કરવામાં આવશે.

આ પણ વાંચો – ફિલ્મ: તાપસી પન્નુ સ્ટારર “રશ્મી રોકેટ” આ નવેમ્બરમાં રીલીઝ થશે

ખાનગી શાળા સંચાલકોએ સરકારને એવી ઓફર કરી હતી કે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ઓછી કરવા અમે તૈયારી છીયે. પરંતુ બધાજ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા  અમે સહમત નથી. સંચાલકોએ સરકારને એવું સૂચન કર્યુ હતું કે, સ્કૂલ ટ્યુશન ફીમાં રાહત આપવા માટે કમિટીની રચના કરવામાં આવે

શિક્ષણ મંત્રી સામાન્ય લોકોનો પક્ષ મજબુતીથી ના રાખી શક્યા

ખાનગી શાળા સંચાલકોના સૂત્રોએ એમ જણાવ્યું હતું ,કે રાજ્ય સરકાર સાથેની બેઠક ફ્લોપ નિવડી હતી અને હવે તેઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટને દરખાસ્ત સોંપવામાં આવશે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફી મુદ્દે પ્રથમ જ બેઠક હતી. સરકાર વાલીઓને સ્કૂલ ફીમાં રાહત અપાવવા માટેના પ્રયત્નો જારી રાખશે. ખાનગી શાળાના સંચાલકો સાથે વધુ બેઠક થશે.

Contribute Your Support by Sharing this News: