આવતીકાલે યોજાનાર ધ છાપી નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં બંન્ને પક્ષોએ જીતની આશાઓ વ્યકત કરી હતી.આગામી વર્ષ 2020-25 ના ડિરેક્ટર સહિત હોદેદારો ની ચુંટણી યોજાનાર છે. 10સીટ માટે બાર જેટલા ઉમેદવારો લડી રહ્યા છે ચુંટણી. જે છાપી પ્રાથમિક સ્કુલમાં સવારે આઠ વાગ્યા થી મતદાન યોજાનાર છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી ખાતે આવેલ ધ છાપી નાગરિક સહકારી બેન્કના આગામી વર્ષ 2020-25 ના ડિરેક્ટર તેમજ હોદેદારો ને લઇ આ ચુંટણી યોજાનાર છે. જેમાં જાહેનામુ પડતાની સાથે જ કુલ 44 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જેમાં ત્રણ(3)જેટલા ફોર્મ ખામીઓને કારણે રદ થયા હતા. ત્રણ (3)ઉમેદવારો બિનહરીફ થયા હતા અને છવ્વીસ (26) જેટલા ઉમેદવારો એ ફોર્મ પાછા ખેચતા હવે દસ સીટો માટે બાર જેટલા ઉમેદવારો ચુંટણી મેદાને ઉતર્યા છે. જોવું રહ્યું કે મતદારો કોના માથે જીતની પાઘડી પહેરાવે છે અને કોનું પત્તુ કપાઈ છે ?
આ પણ વાંચો – પાટીલના વિવાદીત બોલ-ખેડુત આંદોલનને ખાલીસ્તાન સાથે જોડવાનો પ્રયાસ !
વેપારી પેનલના દસ ઉમેદવારો સામે અપક્ષના બે ઉમેદવારો ચુંટણી લડી રહ્યા હોય ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ અને વ્યાકુળતા જોવા મળી રહી છે. અપક્ષ ઉમેદવાર વિજય ચૌધરી એ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી નાના વેપારીઓ અને આમ લોકોને પડતી હાલાકીઓ અને બેન્કના ચાલુ હોદ્દેદારો દ્વારા વહાલા દવાલાની નિતી અપનાવવામાં આવતી હતી. જેને લઈ લોકોમાં ભારે રોષની લાગણી હોવાથી અમે આ લોકો નો અવાજ બની લોકોની લડત લડવા માટે આ ચુંટણી લડીએ છીએ. છેલ્લા બે ટર્મ થી આ બેન્કની ચુંટણી સમરસ થતી આવી છે. પરંતુ અનધડ વેવાર અને વહાલા દવાલાની નીતિ સામે આ ચુંટણી થઇ રહી છે. સામે પક્ષે રહેલી પેનલને હરાવી પોતાનો વિજય થશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી. પોતાના નિશાન “પંતગ” અને “વિમાન” પર વોટ આપી અપાવી વિજય બનાવવા માટે લોકોને હાકલ કરી હતી.
આ પણ વાંચો – Match is still alive : ચુંટણીમાં ફોર્મ ભરવાની વિપુલ ચૌધરીને મળી મંજુરી
સામા પક્ષે દસ લોકો દ્વારા પેનલ બનાવી અને અને વિજય ની આશા સાથે પોતાની જીત નિશ્ચિત છે. તેવી આશા વ્યક્ત કરી હતી પેનલના ઉમેદવાર સુરેશ ભાઈ પ્રજાપતિ એ જાણાવ્યુ હતું કે, વેપારી પેનલના અને બેન્કના આધ્યસ્થાપક બી.કે.દોશીના સુપુત્ર પંકજ ભાઈના નેત્રુત્વ નીચે તમામ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છીએ. અમારૂં નિશાન “ત્રાજવુ”છે અને સભાસદો અમને વોટ આપીને ચોક્કસથી વિજયી બનાવશે તથા સભાસદોને પણ પોતાની પેનલના ઉમેદવારો વોટ આપવા હાકલ કરી હતી.
આ પણ વાંચો – CCI ના અધિકારીઓ ખેડુતોને બહાના બતાવી કપાસનો ઓછો ભાવ આપવાના મામલે શારદાબેનનો કેન્દ્રીય મંત્રીને પત્ર
સભાસદો એટલે કે મતદારો કોના પર વિશ્ર્વાસ મુકી જીત ની પાઘડી પહેરાવે છે અને કોનું પત્તુ કપાઈ છે એતો આગામી ચુંટણી થયા બાદ તેનું રીજલ્ટ આવે પછી જ ખબર પડશે. પરંતુ હાલમાં આ ચુંટણીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉમેદવારોના પણ હાર જીતને લઈ જીવ તાળવે ચોટ્યા છે.