પોતાના મતવિસ્તાર વારાણસીના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે કામ કરવાનો વડાપ્રધાનનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આ દિશામાં આગળ વધતા, નરેન્દ્ર મોદી બપોરે ગ્યાની આસપાસ વારાણસીની મુલાકાત લીધી હતી અને બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી વારાણસીના કર્ખિયાઓંમાં યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ ખાતે ‘બનાસ ડેરી સંકુલ’નું ભૂમિપૂજન કર્યુ હતુ. . 30 એકર જમીનમાં ફેલાયેલ આ ડેરી આશરે ₹ 475 કરોડના ખર્ચે નિર્મિત થશે અને દૈનિક 5 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની સુવિધા એમાં હશે. આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને આ પ્રદેશના ખેડૂતો માટે નવી તકો સર્જીને એમને મદદ મળશે. પ્રધાનમંત્રી બનાસ ડેરી સાથે સંકળાયેલા 1.7 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આશરે ₹ 35 કરોડ બોનસ બૅન્ક ખાતામાં ડિજિટલી તબદીલ પણ કર્યુ હતુ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના રામનગરમાં દૂધ ઉત્પાદક સહકારી સંઘના પ્લાન્ટ માટે બાયોગેસ આધારિત વીજ ઉત્પાદન મથક માટેનું ભૂમિપૂજન પણ કરશે. દૂધ ઉત્પાદક સહકારી સંઘના પ્લાન્ટને ઊર્જા આત્મ-નિર્ભર બનાવવા તરફ આ મહત્વનું પગલું હશે. પાયાના સ્તરે જમીન માલિકીના મુદ્દાઓ ઘટાડવાના વધુ એક પ્રયાસમાં, પ્રધાનમંત્રી કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયની સ્વામિત્વ યોજના હેઠળ ઉત્તર પ્રદેશના 20 લાખથી વધુ રહેવાસીઓને ગ્રામીણ રહેણાંકના અધિકારનો રેકોર્ડ ‘ઘરૌની’નું વર્ચ્યુઅલી વિતરણ કર્યુ હતુ.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની મદદથી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા વિકસાવાયેલ દૂધ ઉત્પાદકોની પાલન મૂલ્યાંકન યોજનાને સમર્પિત એક લોગો અને એક પોર્ટલ પણ શરૂ કરાવાનુ જણાવ્યુ હતુ.. બીઆઇએસ અને એનડીડીબી બેઉના ગુણવત્તાની નિશાનીના લોગોને દર્શાવતો આ એકીકૃત લોગો ડેરી ક્ષેત્ર માટે પ્રમાણપત્રની પ્રક્રિયાને સરળ બનાવશે અને લોકોને ઉત્પાદન ગુણવત્તાની ફરી ખાતરી કરાવશે.