ભાજપ મહામંત્રી રજની પટેલ સહિતના પદાધિકારી ઉપસ્થિત રહી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગે માહિતી આપી
વડાપ્રધાન મોદી આગામી ૩૦ ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે : ખેરાલુમાં સ્વચ્છતાની થીમ પર કાર્યક્રમ
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 26- આગામી ૩૦ ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ૩૦ ઓક્ટોબરે અંબાજી મંદિરમાં દર્શન અને ત્યારબાદ ખેરાલુ ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં પી.એમ મોદી આવવાના છે ત્યારે ખેરાલુ ખાતે સભામાં ઉપસ્થિત રહેવા માટે લોકોને ભાજપ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીના આગમને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૩૦ ઓક્ટોબરે અંબાજી મંદિરના દર્શન કરીને ખેરાલુ ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં પી.એમ મોદી હાજરી આપશે ત્યારે ખેરાલુ ખાતે સ્વચ્છતા ની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈ બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓને ભાજપના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ મહામંત્રી રજની પટેલ સહિતના પદાધિકારી ઉપસ્થિત રહી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.