આ યોજનાથી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીથી એક કરોડ ઘરોને રોશન કરવાનું લક્ષ્ય: મોદી
સતત વિકાસ અને લોકોની ભલાઇ માટે અમે પીએમ સૂર્ય ઘર: મુફત બિજલી યોજના શરુ કરી રહ્યા છીએ – મોદી
નવી દિલ્હી, તા.13 – વડાપ્રધાન મોદીએ દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે આજે પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને એક્સ (પૂર્વ ટ્વીટર) પર પોસ્ટમાં કહ્યું હતું કે સતત વિકાસ અને લોકોની ભલાઇ માટે અમે પીએમ સૂર્ય ઘર: મુફત બિજલી યોજના શરુ કરી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે 75000 કરોડથી વધુના રોકાણવાળી આ યોજનાનું લક્ષ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરીને 1 કરોડ ઘરોને રોશન કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોના બેન્ક ખાતામાં સીધી જ આપવામાં આવનાર પૂરતી સબસીડીને લઇને ભારે વળતર, બેન્ક લોન સુધી કેન્દ્ર સરકારએ નિશ્ર્ચિત કરશે કે લોકો પર કોઇ બોજ ન પડે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાથી લોકોને વધુ આવક, ઓછુ વિજ બીલ અને રોજગારનું સર્જન થશે. વડાપ્રધાને બધા મકાન ગ્રાહકો ખાસ કરીને યુવાનોને આગ્રહ કર્યો છે કે પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન પર આવેદન કરી આ યોજનાને મજબૂત કરો.
મોદીએ જણાવ્યું હતું કે આ યોજનાને લોકપ્રિય બનાવવા શહેરી સ્થાનિક નિગમો અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફ ટોપ ઔર સિસ્ટમનો પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરાશે.