શિક્ષકોએ પોતાની પડતર માંગોને લઈ આજે ફરીથી ધરણા યોજ્યા હતા. જેમાં સમગ્ર મહેસાણા જીલ્લાના પ્રાથમીક શાળાના શિક્ષકો આ ધરણામાં જોડાયા હતા. શિક્ષકોની અનેક પડતર માંગોનો કોઈ નિકાલ નહી આવતાં તેઓ સતત આંદોલનરત રહે છે ત્યારે આજે ફરિવાર પોતાની પડતર માંગોને લઈ ધરણા યોજવામાં આવ્યા હતા.
જુની પેન્શન યોજના તથા અન્ય પડતર માંગોને લઈ મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ આંદોલનનો માર્ગે અપનાવ્યો છે. આંદોલન જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકોએ ચલાવ્યુ હતુ. આ ધરણામાં જીલ્લાના તમામ તાલુકાના શિક્ષકો જોડાયા હતા. જીલ્લા કક્ષાના ધરણાનો કાર્યક્રમ યોજી શાળાના શિક્ષકોએ પોતાની માંગણીને લઈ રજુઆત કરી હતી. શિક્ષકો દ્વારા આ ધરણા 9.00 કલાકે થી 12.30 કલાક સુધી યોજવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પડતર માંગોને લઈ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. આ સીવાય ગત શુક્રવારના રોજ મહેસાણા તાલુકા પંચાયત પર જોટાણા તાલુકાના શિક્ષકોએ ધરણા યોજી પોતાની પડતર માંગો સ્વીકારવા રજુઆત કરી હતી.