કીમત રૂ 1.6 લાખ ની એપલે મેકબુક પ્રોની નવી રેન્જ લોન્ચ કરી.

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત ગેજેટ ડેસ્ક:મેકબુક 15-ઇંચ વર્ઝનની પ્રારંભિક કિંમત રૂપિયા 1,99,900 રાખી છે 8-કોર પ્રોસેસર લેપટોપ મોડેલ્સ ‘સૌથી ઝડપી મેક નોટબુક’ લેપટોપ હશેઃ એપલ એપલ પ્રથમ વખત મેક્બુક પ્રો લાઇનઅપમાં ઓક્ટા-કોર પ્રોસેસર લાવ્યું એપલે 8મી અને નવમી જનરેશન ઈન્ટેલના પ્રોસેસર ધરાવતી મેકબુક પ્રો લેપટોપની નવી રેન્જ લોન્ચ કરી છે. નવી 15 ઈંચ સ્ક્રિન ધરાવતી મેકબુક પ્રો 6-કોર અને 8-કોર પ્રોસેસર ઓપ્શન અને ટર્બોબુસ્ટ સ્પીડ્સ સાથે લોન્ચ કરી છે. ટચબાર સાથે આવતી નવી 13 ઈંચની મેકબુક-પ્રોમાં પણ ઝડપી ચાલતુ ક્વોલ-કોર પ્રોસેસર ટર્બો બુસ્ટ સ્પીડ છે.

1.એપલ પ્રથમ વખત મેક્બુક પ્રો લાઇનઅપમાં ઓક્ટા-કોર પ્રોસેસર લાવ્યું છે. આ 8-કોર પ્રોસેસર ઓપ્શન ફક્ત 15 ઇંચના MacBook Pro સાથે જ ઉપલબ્ધ છે. એપલે દાવો કર્યો છે કે, 8-કોર પ્રોસેસર લેપટોપ મોડેલ્સ ‘સૌથી ઝડપી મેક નોટબુક’ લેપટોપ હશે. એપલે કહ્યું છે કે, છેલ્લે 6-કોર MacBook Proની સરખામણીમાં આ MacBook 40 ટકા વધુ પ્રભાવશાળી રહેશે. હાઇ-એન્ડ પ્રોગ્રામ્સ ચલાવવા માટે તે અન્ય તમામ લેપટોપ્સ કરતાં વધુ સારું કહેવાય છે.

2.નવી મૅકબુક પ્રો લાઇનઅપ 13-ઇંચ ટચબાર મોડલની કિંમત રૂપિયા 1,59,900થી શરૂ થાય છે. તો 15-ઇંચ વર્ઝનની પ્રારંભિક કિંમત રૂપિયા 1,99,900 રાખી છે. નવી રેન્જ આ અઠવાડિયે ફક્ત ભારતમાં એપલના અધિકૃત ર્વિક્રેતાને ત્યાંથી જ ઉપલબ્ધ થશે. મૅકબુક પ્રો લાઇનઅપ વપરાશકર્તાની જરૂરિયાત અને માંગના આધારે વિવિધ સુવિધાઓ અને હાર્ડવેર કોમ્બિનેશન સાથે આવે છે. નવી રેન્જમાં 500nitsની તેજસ્વી રેટિના ડિસ્પ્લે આપી છે. તે P3 વાઈડ કલર અને ટ્રુ ટૉન ટેક્નોલૉજી સાથે આવે છે.

3.મૅકબુકમાં સ્ટીરિઓ સ્પીકર વાઇડ સ્ટીરિઓ સાઉન્ડ સાથે આવે છે. નોટબુકને સુરક્ષિત રાખવા માટે વપરાશકર્તાને ટચ ID મળે છે. મેકબુક પ્રોમાં એસએસડી સ્ટોરેજ એપલની T2 સિક્યોરિટી ચિપ સાથે આવે છે. ડિવાઈસમાં ડેટા ટ્રાન્સફર માટે થંડરબોલ્ટ-3 પોર્ટ આપવામાં આવ્યો છે. ચાર્જિંગ સિવાય બે 5K ડિસ્પ્લે અથવા ચાર બાહ્ય GPU કનેક્ટ થઈ શકે છે

ગમ્યું તો આગળ શેર કરો.