સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. 107.24 અને ડીઝલ 95.97 રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 103.87 છે.
દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શહેર
શહેર | પેટ્રોલ/લીટર | ડીઝલ/લીટર |
શ્રી ગંગાનગર | 119.42 | 110.26 |
અનુપપમ | 118.71 | 107.87 |
જયપુર | 114.48 | 105.71 |
મુંબઈ | 113.12 | 104.00 |
દિલ્હી | 107.24 | 95.97 |
ભોપાલ | 115.90 | 105.27 |
એ યાદ રહે કે આ મહિને 23 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 18મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 5.60 અને ડીઝલ 6 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે 2021ની વાત કરીએ તો આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ 106.54 અને 95.27 રૂપિયા પ્રતિલિટર થયું છે, એટલે કે 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 22.57 અને ડીઝલ 21.15 રૂપિયા સુધી મોંઘું થયું છે.